‘ધ ફેમિલી મેન ૩’ ૨૦૨૫ની સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની
મુંબઈ, મનોજ બાજપાઈની અતિ લોકપ્રિય વેબ સિરીઝ ધ ફેમિલી મેનની ત્રીજી સીઝન એમેઝોન પ્રાઇમ વીડિયો પર નવેમ્બર મહિનામાં આવી ગઈ છે. આસ્પા થ્રિલર સિરીઝ સ્ટ્રીમ થયાના એક જ અઠવાડિયામાં સમગ્ર ૨૦૨૫માં સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની ગઈ છે.
એમેઝોન પ્રાઇમ પર પણ તે ટ્રેન્ડિંગ કન્ટેટમાં શરૂઆતથી જ હતી. આ સિરીઝની ત્રીજી સીઝન ૨૧ નવેમ્બરે આવી હતી, જે આગળની સીઝન પછી છેક ચાર વર્ષના લાંબા અંતર પછી જોવા મળી હતી.
આ સિરીઝ આવવાના પહેલાં જ અઠવાડિયામાં તે ભારતમાં ૯૬ ટકા પોસ્ટ કોડ પર પહોંચી ગઈ હતી અને ભારત સિવાય, યૂકે, ઓસ્ટ્રેલિયા, કૅનેડા, યૂએઈ, સિંગાપોર અને મલેશિયા સિહતના ૩૫ દેશોમાં આ ફિલ્મ ટ્રેન્ડિંગ કન્ટેન્ટમાં ટોપ ૫માં રહી હતી. જો ઓટીટીના માર્કેટમાં આ સિરીઝની વાત કરવામાં આવે તો આ સીઝન માટે એટલી આતુરતા હતી કે આ સીઝને તેની આગળની બે સીઝનનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે.
ધ ફેમિલી મેનની પહેલી સીઝન ૨૦૧૯માં આવી હતી અને બીજી સીઝન ૨૦૨૧માં આવી હતી. ત્રીજી સીઝન આ બંને સીઝનથી વધારે જોવાઈ છે. એટલું જ નહીં આ વર્ષે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલાં સંપુર્ણ કન્ટેન્ટમાં પણ આ સિરીઝ સૌથી વધુ જોવાઈ છે. આ સિરીઝના ડિરેક્ટર અને લેખક રાજ અને ડિકેએ જણાવ્યું કે તેમને આ સિરીઝની ત્રીજી સીઝન માટે ધાર્યું પણ ન હોય, એવો પ્રતિસાદ મળ્યો છે, જે બાબત ભાવુક કરી દે એવી છે.
ચાર વર્ષના લાંબા અંતર પછી આવી હોવા છતાં આ સીઝન “આ પ્રતિસાદ અમને ફરી વિશ્વાસ અપાવે છે કે દર્શકો આ સિરીઝને વધુ મોટી કરવાના, સારી કરવાના અને વધુ રસપ્રદ અને મનોરંજક બનાવવાના અમારા પ્રયત્નોની કદર કરે છે.”
પ્રાઇમ વીડિયો ઇન્ડિયાના ડિરેક્ટર અને ઓરિજિનલ કન્ટેન્ટના હેડ નિખિલ મઢોકે જણાવ્યું કે, “ત્રીજી સીઝનને મળેલા અદભુત પ્રતિસાદમાં દર્શકોમાં આ સિરીઝ પ્રત્યેનો અપાર પ્રેમ અને પ્રશંસા સ્પષ્ટ દેખાય છે. જકડી રાખે એવી વાર્તા, મજબુત અભિનય અને રાજ અને ડીકેની અનોખી સ્ટાઇલ, તેમની વિશિષ્ટ વાર્તા કહેવાની શૈલી અને હૃદયસ્પર્શી અને રોમાંચક સિરિઝ બનાવવાની બાબતે આ સિરિઝને લોકપ્રિય અને બનાવી છે અને દર્શકોએ તેને ખુબ પ્રેમ આપ્યો છે.”
ધ ફેમિલી મેનની ત્રીજી સીઝનમાં મનોજ બાજપાઈ ફરી એક વખત શ્રીકાંત તિવારીના પાત્રમાં જોવા મળે છે, જે મુખ્ય વિલન રુકમા એટલે કે જયદીપ આહલાવતનો સામનો કરે છે.
તિવારીને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ચાલી રહેલી સરકારની શાંતિ મંત્રણા નિષ્ફળ કરનારા એક સમ્ગલર, ડ્રગ ડીલર અને ઘાતકી વ્યક્તિને શોધી કાઢવાનું કામ સોંપાય છે. જેવો તે આ રુકમાને ઓળખીને તેને પકડવાની તૈયારી કરે છે કે, મનોજ તિવારીનો સમગ્ર પરિવાર હુમલાનો ભોગ બને છે. કારણ કે રુકમા માને છે કે તેની પ્રેમિકાને શ્રીકાંત તિવારીએ મારી છે.
આમ બે મજબુત કલાકારોની ટક્કરે પણ આ સિરિઝને વધુ લોકપ્રિય બનાવી છે. આ સીઝનને એવા અંત સાથે છોડવામાં આવી છે કે તે જોયાં પછી દર્શકો તેના પાર્ટ ૨ અથવા તો તેની ચોછી સીઝનની પણ ત્રીજી સીઝન કરતાં વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સિરીઝમાં મનોજ બાજપાઈ સાથે નિમ્રત કૌર, શારીબ હાશમી, પ્રિયામણી, આશ્લેષા ઠાકુર, વેદાંત સિંહા, શ્રેયા ધનવંતરી, ગુલ પનાગ અને સીમા બિસ્વાસ જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળે છે.SS1MS
