૯૦% ફિલ્મની કમાણીના આંકડા ખોટી રીતે વધારેલા હોય છે
મુંબઈ, બોલિવૂડ એક્ટરને ડિરેક્ટર દિવ્યા ખોસલાએ ઓનલાઇન પ્લેટફર્મ પર વાચકોના સવાલના જવાબ આપ્યા હતાં, જેમાં તેણે પોતાની સફર અને બોલિવૂડ પર પોતાનાં વિચારો રજુ કર્યાં હતાં.
સાથે તેણે ઇન્ડસ્ટ્રીમાં કોર્પાેરેટ બૂકિંગની પદ્ધતિને ખરાબ ગણાવીને તેના પર એક વીડિયો દ્વારા જવાબ આપ્યો હતો. એક ફૅને પૂછ્યું કે, “બોસ કોણ છે” ત્યારે દિવ્યાએ કહ્યું, “હું અહીં બોસ બનવા નથી આવી. મેં કેટલીક બાબતો જોઈ છે – ઇડસ્ટ્રીમાં ચાલતાં કેટલાંક ખોટાં કામ. મને લાગે છે, મેં મારી જાત માટે જે પણ સ્થાન બનાવ્યું છે, તો મારે મારી આંખ સામે કશુંક ખોટું થતું હોય તો મારે આ મંચનો તેના વિશે વાત કરવા ઉપયોગ કરવો જોઉએ.
નહીં તો પછી યોગ્યતાનું શું થશે? આ બધું યોગ્યતાને ધોરણે ન થવું જોઈએ?”આગળ તેણે જણાવ્યું, “તમે કોર્પાેકેટ બૂકિંગ કરો છો, તમે એવોડ્ર્ઝ ખરીદો છો, તમારી પાસે પૈસો અને તાકાત છે તો તમે આ બધાનો ફાયદો ઉઠાવો છો. તો પછી જે લોકો પાસે આ બધું નથી એમનું શું થશે? તો પછી યોગ્યતાનું શું થશે? મને લાગે છે, આ માત્ર જિગરાની વાત નથી- આજે બોલિવૂડમાં ૯૦ ટકા ફિલ્મમાં કોર્પાેરેટ બૂકિંગ કરવામાં આવે છે.
પછી કમાણીનાં જે આંકડા જાહેર કરવામાં આવે છે, તેનાથી મને આંચકો લાગે છે કારણ કે વાસત્વકિ આંકડા તો એનાથી ક્યાંય નજીક પહોચી શકે તેમ પણ નથી. મને લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં બધાં અને ઓડિયન્સ પણ આ જાણે છે. આ ઘણી દુઃખદ બાબત છે.”દિવ્યાએ કહ્યું કે આજે સમય આવી ગયો છે કે ઇન્ડસ્ટ્રી એક થાય અને આ મુદ્દા પર ચર્ચા કરીને તેનું કોઈ નિરાકરણ લાવે. તેણે એમ પણ કહ્યું કે ઇન્ડસ્ટ્રી પણ આ મુદ્દે બે ભાગમાં વહેંચાયેલી છે.
૨૦૨૪માં આલિયા ભટ્ટની ફિલ્મ જિગરા રિલીઝ થઈ, જેમાં દિવ્યા ખોસલાની ફિલ્મ સાવીને મળતી વાર્તા હતી. રિલીઝ પછી થોડાં જ સમયમાં દિવ્યાએ આલિયાને નિશાન બનાવી હતી અને ખોટા બોક્સ ઓફિસના આંકડા જાહેર કરવાનો આરોપ મુક્યો હતો. સાથે જ તેણે ખોટા થિએટર સ્ક્રીનનો ફોટો પણ શેર કર્યાે હતો. આ અંગે આલિયાએ તો કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો પરંતુ કરણ જોહરે જવાબ આપતાં પોસ્ટ લખી હતી, “મુર્ખ લોકો માટે મૌન જ શ્રેષ્ઠ જવાબ છે.”
તેના જવાબમાં દિવ્યાએ પોસ્ટ કરી હતી કે “સત્ય હંમેશા તેની વિરુદ્ધમાં રહેલાં મુર્ખ લોકોને વાંધાજનક જ લાગે છે.” જિગરા ૮૦ કરોડના બજેટમાં બની હતી અને માત્ર ૫૬.૯૩ કરોડમા સમેટાઈ ગઈ હતી.SS1MS
