Western Times News

Gujarati News

‘કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કર્યા’: મોદી

ઝીણા સામે નહેરુ ઝૂક્યા હતા -વંદે માતરમનાં ૧૫૦ વર્ષ પૂરાં થવા પર લોકસભામાં થયેલી ચર્ચામાં મોદીએ ભાગ લીધો

(એજન્સી)નવી દિલ્હી, પીએમ મોદીએ સોમવારે લોકસભામાં વંદે માતરમનાં ૧૫૦ વર્ષ પૂરાં થવા પર થયેલી ચર્ચાની શરૂઆત કરી. તેમણે એક કલાકની સ્પીચમાં કહ્યું હતું કે ‘વંદે માતરમે અંગ્રેજોને જડબાંતોડ જવાબ હતો, આ નારો આજે પણ પ્રેરણા આપી રહ્યો છે. આઝાદી સમયે મહાત્મા ગાંધીને પણ આ પસંદ હતું. તેમને આ ગીત રાષ્ટ્રીય ગીત તરીકે દેખાતું હતું. Vande Mataram is that patriotic song that ignited our freedom struggle

તેમણે જણાવ્યું હતું કે તેમના માટે આ ગીતની તાકાત મોટી હતી. તો પછી છેલ્લા દાયકાઓમાં એની સાથે આટલો અન્યાય કેમ થયો? વંદે માતરમ્‌ સાથે વિશ્વાસઘાત કેમ થયો? એ કઈ તાકાત હતી, જેની ઈચ્છા પૂજ્ય બાપુની ભાવનાઓ પર પણ ભારે પડી? તેમણે કહ્યું,

મોહમ્મદ અલી ઝીણાએ લખનઉથી ૧૫ ઓક્ટોબર ૧૯૩૬ના રોજ વંદે માતરમ્‌ વિરુદ્ધ નારો બુલંદ કર્યો. કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ જવાહરલાલ નહેરુને પોતાનું સિંહાસન ડગમગતું દેખાયું.

તેમણે કહ્યું હતું કે નહેરુએ મુસ્લિમ લીગના પાયાવિહોણાં નિવેદનોનો જડબાંતોડ જવાબ આપવાને બદલે એની નિંદા કરવાને બદલે ઊલટું થયું. તેમણે વંદે માતરમની જ તપાસ શરૂ કરી દીધી.

‘જે મંત્રએ, જે જયઘોષે દેશના આઝાદીના આંદોલનને ઊર્જા અને પ્રેરણા આપી હતી, ત્યાગ અને તપસ્યાનો માર્ગ બતાવ્યો હતો, એે વંદે માતરમનું પુણ્ય સ્મરણ કરવું આ સદનમાં આપણા બધાનું ખૂબ મોટું સૌભાગ્ય છે.’

જ્યારે વંદે માતરમનાં ૫૦ વર્ષ પૂરાં થયાં હતાં ત્યારે દેશ ગુલામીની જંજીરોમાં જકડાયેલો હતો. જ્યારે એનાં ૧૦૦ વર્ષ પૂરા થયાં ત્યારે દેશ કટોકટીના અંધારામાં હતો. આજે જ્યારે એનાં ૧૫૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે.

વંદે માતરમ્‌ સાથે જોડાયેલો કિસ્સો સંભળાવતાં તેમણે કહ્યું- ૨૦ મે ૧૯૦૬ના રોજ બારીસાલ (હાલ બાંગ્લાદેશમાં છે)માં વંદે માતરમ્‌ સરઘસ કાઢવામાં આવ્યું, જેમાં ૧૦ હજારથી વધુ લોકો રસ્તાઓ પર ઊતર્યા હતા. આમાં હિંદુ અને મુસ્લિમ સહિત તમામ ધર્મ અને જાતિના લોકોએ વંદે માતરમના ઝંડા હાથમાં લઈને રસ્તાઓ પર કૂચ કરી હતી.

આપણા બહાદુર સપૂતો કોઈપણ ડર વગર ફાંસીના માંચડે ચડી જતા હતા અને છેલ્લા શ્વાસ સુધી વંદે માતરમ્‌ કહેતા હતા. આપણા અસંખ્ય સ્વાતંત્ર્યસેનાનીઓએ વંદે માતરમ્‌ કહેતાં કહેતાં ફાંસીને ચુંબન કર્યું. બંગાળની એકતા માટે વંદે માતરમ્‌ ગલી-ગલીનો નારો બની ગયું હતું અને આ જ નારો બંગાળને પ્રેરણા આપતો હતો.
જવાહરલાલ નહેરુને પોતાનું સિંહાસન ડોલતું દેખાયું. તેઓ મુસ્લિમ લીગના પાયાવિહોણાં નિવેદનોનો સણસણતો જવાબ આપવાને બદલે, એની નિંદા કરવાને બદલે, ઊલટું થયું.

તેમણે વંદે માતરમની જ તપાસ શરૂ કરી દીધી. નહેરુએ ૫ દિવસ પછી નેતાજીને પત્ર લખ્યો. તેમાં ઝીણાની ભાવના સાથે સહમતી દર્શાવતાં લખ્યું કે વંદે માતરમની આનંદમઠવાળી પૃષ્ઠભૂમિથી મુસલમાનોને ઠેસ પહોંચી શકે છે. તેઓ લખે છે- આ જે બેકગ્રાઉન્ડ છે, એનાથી મુસ્લિમ ભડકશે. કોંગ્રેસનું નિવેદન આવ્યું કે ૨૬ ઓક્ટોબરે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક થશે, જેમાં વંદે માતરમના ઉપયોગની સમીક્ષા થશે.

આ પ્રસ્તાવ વિરુદ્ધ લોકોએ દેશભરમાં પ્રભાત ફેરીઓ કાઢી, પરંતુ કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી દીધા. ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે મુસ્લિમ લીગ સામે ઘૂંટણ ટેકવી દીધા.

કોંગ્રેસે આઉટસોર્સ કરી લીધું છે, દુર્ભાગ્યવશ કોંગ્રેસની નીતિઓ જેવી હતી તેવી જ છે. આઈએનસી ચાલતાં-ચાલતાં એનએમસી થઈ ગયું. જે-જેની સાથે કોંગ્રેસ જોડાયું છે, તેઓ વંદે માતરમ્‌ પર વિવાદ ઊભો કરે છે. જ્યારે કસોટીનો સમય આવે છે, ત્યારે જ એ સાબિત થાય છે કે આપણે કેટલા દૃઢ છીએ, કેટલા શક્તિશાળી છીએ.

સંસદના શિયાળુ સત્રના છઠ્ઠા દિવસે સોમવારે લોકસભામાં વંદે માતરમનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ માટે ૧૦ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે ૧૨ વાગ્યે આ ચર્ચાની શરૂઆત કરી. મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ તરફથી લોકસભામાં વિરોધપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ સૌથી પહેલા પોતાની વાત રજૂ કરી.

વાસ્તવમાં રાષ્ટ્રગીત વંદે માતરમનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારત સરકાર દ્વારા વર્ષભરનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે. ૨ ડિસેમ્બરે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી હતી. એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વંદે માતરમને લઈને ૮ ડિસેમ્બરે લોકસભામાં અને ૯ ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.