ભારતે ચીનના શાંઘાઇમાં અદ્યતન કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું
(એજન્સી)બેઇજિંગ, ભારતે રવિવારે ચીનના મહાકાય શહેર શાઘાંઇ ખાતે અદ્યતન અને આધુનિક સુવિધાઓ ધરાવતી કોન્સ્યુલેટ કચેરીનું ઉદઘાટન કર્યું હતું જે ચીનના મુખ્ય બિઝનેસ કેન્દ્ર ખાતે છેલ્લાં ૩૨ વર્ષમાં તેનું સૌ પ્રથમ રિલોકેશન છે.શાંઘાઇ ખાતે ભારતે કોન્સ્યુલેટ કચેરી શરૂ કરી તે બાબત ચીનના પૂર્વ ક્ષેત્રમાં વધી રહેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓના એક વિશાળ સમુદાયનું એક પ્રતીક છે.
New Horizons in India-China relations— Scaling New Heights as India opens New Consulate General
ચીનનું યુવી શહેર પણ એક મોટું બિઝનેસ કેન્દ્ર ગણાય છે અને આ શહેરમાં પણ ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓની મોટી સંખ્યામાં હાજરી છે. શાંઘાઇના ડાઉનટાઉન ગણાતા ચેંગનિંગ વિસ્તાર સ્થિત ડોનિંગ સેન્ટર ખાતે બંધાયેલી આ કોન્સ્યુલેટ કચેરી ૧૪૩૬.૬૩ ચો. મીટરમાં પથરાયેલી છે જે અગાઉની કચેરી કરતા બે ગણી મોટી ગણાય છે.
ભારતના ચીન ખાતેના એલચી પ્રદીપ કુમાર રાવતે આ કોન્સ્યુલેટ કચેરીનું અદઘાટન કર્યું હતું. આગામી ૮ ડિસેમ્બરથી કચેરી સંપૂર્ણ રીતે કાર્યરત થઇ જશે એમ કચેરી તરફથી બહાર પડાયેલી એક અખબારી યાદીમાં કહેવામાં આવ્યું હતું.
