ટ્રમ્પના સીઝફાયરનું સુરસુરીયુંઃ થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી યુદ્ધ
AI Image
(એજન્સી)કંબોડિયા, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે વળી પાછું યુદ્ધ ભડકી ઉઠ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા બાદ સીઝફાયર થયું હતું પરંતુ આ સીઝફાયર તૂટ્યો અને થાઈલેન્ડે ફરીથી એકવાર કંબોડિયાની સરહદે એરસ્ટ્રાઈક કરી છે. થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિંથાઈ સુવારીએ સોમવારે જણાવ્યું કે થાઈલેન્ડે કંબોડિયા સાથે પોતાની વિવાદિત સરહદ પર હવાઈ હુમલા કર્યા છે. આ અગાઉ બંને દેશોએ એકબીજા પર સીઝફાયરના ભંગનો આરોપ લગાવ્યો.
થાઈ સેનાએ કંબોડિયા બોર્ડર પર હ્લ-૧૬ તૈનાત કર્યા છે અને કંબોડિયાની બોર્ડર પર હુમલા કરી રહી છે. થાઈલેન્ડની સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે ઉબોન રત્ચાથાની પ્રાંતના સૌથી પૂર્વી વિસ્તારમાં બે જગ્યાએ થયેલી નવી ઝડપોમાં ઓછામાં ઓછો એક થાઈ સૈનિક માર્યો ગયો અને ચાર ઘાયલ થયા.
આ સીમા વિવાદ જુલાઈમાં પાંચ દિવસના યુદ્ધમાં ફેરવાયો હતો ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયન પ્રધાનમંત્રી અનવર ઈબ્રાહીમે સીઝફાયર કરાવ્યું હતું. ટ્રમ્પ ઓક્ટોબરમાં કુઆલાલંપુરમાં બંને દેશો વચ્ચે એક મોટા સીઝફાયર સમજૂતિ પર હસ્તાક્ષરના સાક્ષી બન્યા હતા. પરંતુ આ સીઝફાયર બે મહિના પણ ન ચાલ્યો.
થાઈલેન્ડે કંબોડિયા પર ભડકાઉ કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે. થાઈલેન્ડના મુખ્ય અખબાર ધ નેશને કહ્યું કે રોયલ થાઈ આર્મીના કમાન્ડરોએ અનેક વિસ્તારોમાં થાઈ-કંબોડિયન સરહદ પર વધતા ઘર્ષણની સૂચના આપી છે.
થાઈ સેનાએ નિયમો હેઠળ જવાબ આપ્યો અને નાગરિકોને કાઢવામાં મદદ માટે ઝડપથી પગલાં ભર્યા. રવિવારે (૭ ડિસેમ્બર) સતત લડાઈ બાદ જ્યારે કંબોડિયાના સૈનિકોએ સી સા કેટ પ્રાંતના કંથારલક જિલ્લાના ફૂ ફા લેક પ્લાન હિન પેટ કોન વિસ્તારમાં હુમલો કર્યો.
થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિંથાઈએ કહ્યું કે સોમવારે સવારે ઉબોન રત્ચાથાની પ્રાંતના નામ યુએન જિલ્લાના ચોંગ આન મા વિસ્તારમાં ઝડપ થઈ. કંબોડિયન સૈનિકોએ સવારે લગભગ ૫.૦૫ કલાકે નાના હથિયારો અને ઈનડાયરેક્ટ ફાયર હથિયારોથી ફાયરિંગ શરૂ કર્યું અને ફાયરિંગ ચાલુ રાખ્યું.
