Western Times News

Gujarati News

ટ્રમ્પની નવી નીતિમાં હિંદ-પ્રશાંત નવું યુદ્ધક્ષેત્રઃ ભારત અમેરિકાનું ભાગીદાર

વોશિંગ્ટન , અમેરિકાની નવી રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ (એનએસએસ)માં પહેલી જ વખત ભારતને હિંદ-પ્રશાંત સુરક્ષા માળખાના મહત્ત્વન ભાગીદાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

ચીનના લશ્કરી વિસ્તારવાદ અને આર્થિક પ્રભુત્વને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલી આ ચુસ્ત રણનીતિમાં ંભારતની ભૂમિકાને નિર્ણાયક ગણાવતા કહેવાયું છે કે ભારત પ્રાદેશિક સંતુલનનો આધાર છે.આ રણનીતિક દસ્તાવેજમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અમેરિકાએ ભારતની સાથે વ્યાપારિક, ટેકનિકલ અને ઉદ્યોગલક્ષી સંબંધોને મજબૂત કરવા પડશે, જેથી ભારત ઇન્ડા-પેસિફિક સુરક્ષામાં વધારે પ્રદાન આપી શકે.

તેમા ક્વાડને પ્રાદેશિક સુરક્ષાનો મુખ્ય મંચ બતાવવામાં આવ્યો છે. ભારતને તેની સામૂહિક પ્રતિરોધક ક્ષમતાનું મહત્ત્વનું ઘટક માનવામાં આવ્યું છે.એનએસએસમાં ઇન્ડોપેસિફિકને આગામી સદીના મુખ્ય ભૂરાજકીય રણનીતિક ક્ષેત્રોમાં એક ગણાવવામાં આવ્યું છે અને ચેતવણી આપવામાં આવી છે કે ચીનની આક્રમક પ્રવૃત્તિઓ, ખાસ કરીને દક્ષિણ ચીન સાગર, તાઇવાન, જાપાન અને ફિલિપાઇન્સને અસર કરી રહી છે. ચીનની આક્રમકતા આ ચાર દેશોની સમુદ્રલક્ષી સ્વતંત્રતા અને પુરવઠા શ્રૃંખલાને પ્રભાવિત કરી શકે છે.તેના સમાધાન માટે ભારતને સ્થાયી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

આ રણનીતિમાં ચીનના અયોગ્ય વ્યવહા, બૌદ્ધિક સંપદા ચોરી, રાજ્યપ્રાયોજિત સબસિડીઓ, દુર્લભ ખનીજ પૂરા પાડવા પર નિયંત્રણને વૈશ્વિક જોખમ ગણાવતા જણાવાયું છે કે આ પડકારોનો સામનો કરવામાં ભારત-અમેરિકાનો સહયોગ મહત્તવનો હશે.

તેમા પણ ખાસ કરીને હાઈ ટેકનોલોજી અને સંરક્ષણ ઉત્પાદન સાધનોના નિર્માણમાં આ સહયોગ જરુરી હશે. આશ્ચર્યની વાત એ છે કે ટ્રમ્પની આ નીતિમાં રશિયાને મુખ્ય દુશ્મન તરીકેની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું, જે દાયકાઓ જૂની અમેરિકાની રણનીતિનો ફેરફાર સૂચવે છે. રશિયાએ અમેરિકાના આ પગલાંનું સ્વાગત કર્યુ છે અને હકારાત્મક સંકેત ગણાવ્યો છે.

રશિયાના પ્રવક્તા પેસ્કોવે જણાવ્યું હતું કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાની રણનીતિમાં ટ્રમ્પે લવચીક યથાર્થવાદનો અભિગમ અપનાવ્યો છે. તેની સાથે યુરોપને તેનું સુરક્ષા જાતે કરવા જણાવ્યું હતું.

સંરક્ષણ સચિવ પીટ હેગ્સેથે નેશનલ સિક્યોરિટી સ્ટ્રેટેજી ડોક્યુમેન્ટ ગયા મહિને જારી કર્યાે હતો. તેમા અમેરિકાની વૈશ્વિક અગ્રતાઓ, ભૂરાજકીય પ્રતિબદ્ધતાઓ અને લશ્કરી વ્યૂહરચનાને નવેસરથી વ્યાખ્યાયિત કરવામાં આવી હતી. તેમા પશ્ચિમી જગતમાં અમેરિકાને વધારે પ્રભુત્વશાળી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવાયું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.