અમરાઈવાડીના એએમટીએસ કંડક્ટર સાથે ૧૧.૯૫ લાખની છેતરપિંડી થઈ
અમદાવાદ, અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દ્વારા શેરબજારમાં રોકાણના નામે નાગરિકોને છેતરવાનો સિલસિલો યથાવત છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને એએમટીએસમાં બસ કંડક્ટર તરીકે ફરજ બજાવતા એક આધેડને ફેક વોટ્સએપ ગ્›પમાં એડ કરીને શેર ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી ¹ ૧૧.૯૫ લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી જયંતિલાલ કોદરભાઈ પટેલ (ઉ.વ. ૫૦) ને ગત ૨૨ એપ્રિલના રોજ ૧૮૧૬ વેન્ચુરા સ્ટોક ઈન્વેસ્ટમેન્ટ એકેડમી નામના વોટ્સએપ ગ્›પમાં એડ કરવામાં આવ્યા હતા.
આ ગ્›પનું સંચાલન અનાહિતા મહેતા નામની એક મહિલા કરી રહી હતી અને અન્ય ત્રણ નંબર કો-એડમિન તરીકે હતા, જ્યારે એક નંબર ‘વેન્ચુરા કસ્ટમર સર્વિસ’ તરીકે દર્શાવવામાં આવ્યો હતો.
ગઠિયાઓએ જયંતિલાલનો વિશ્વાસ જીતવા માટે તેમને વીત્રાડે નામની એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી, જે અસલ શેરબજારની ટ્રેડિંગ એપ જેવી જ દેખાતી હતી. શરૂઆતમાં ગઠિયાઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે તેમના ખાતામાં ૩,૦૦૦ ‘પ્રોફિટ’ તરીકે જમા કરાવ્યા હતા. આનાથી જયંતિલાલને ભરોસો બેસી ગયો હતો કે આ પ્લેટફોર્મ સાચું છે.વધુ નફાની લાલચમાં આવીને જયંતિલાલ પટેલે ૧૬ મે થી ૬ જૂન વચ્ચે અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં ટુકડે-ટુકડે કુલ ¹ ૧૧.૯૫ લાખ જમા કરાવ્યા હતા.
આ રકમ આઈડીએફસી ફર્સ્ટ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને યસ બેંકના વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.એપ્લિકેશનમાં મોટો નફો દેખાતો હોવાથી જ્યારે જયંતિલાલે રૂપિયા ઉપાડવાનો (વિડ્રો) પ્રયાસ કર્યાે, ત્યારે તે રિક્વેસ્ટ રિજેક્ટ થઈ ગઈ હતી.
ત્યારબાદ ગઠિયાઓએ રૂપિયા ઉપાડવા માટે ટેક્સ પેટે વધુ ૧.૬૫ લાખ (અને બાદમાં ૬.૬૫ લાખ) ભરવાની માંગણી કરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા જયંતિલાલે તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઇન પર સંપર્ક કર્યાે હતો અને બાદમાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી, મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી છે.SS1MS
