કિઆરા અડવાણીએ નવા કામનો આપ્યો સંકેત
મુંબઈ, તાજેતરમાં જ માતા બન્યા પછી કિઆરા અડવાણી પહેલી વખત જાહેરમાં દેખાઈ હતી, હવે તેણે એક પોસ્ટ લખી છે, જે તેની આગામી ફિલ્મ અંગે હોવાની ચર્ચા છે. તેણે એક અલગ પ્રકારની શૂઝની ઇમેજ પોસ્ટ કરી હતી.
જેમાં તેણે પોઇન્ટેડ સ્નીકર્સ પહેરેલાં છે. આ ફોટોની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘નેક્સ્ટ ચેપ્ટર, મોર ફાયર લેટ્સ ડુ ધીસ’. આ પોસ્ટને કિઆરાની આવનારી ફિલ્મનો સંકેત આપતી ફિલ્મ ગણવમાં આવી રહી છે. કિઆરા માતા બન્યાં પછી હવે નવી ફિલ્મનું કામ શરૂ કરી રહી છે.
થોડાં વખત પહેલાં જ કિઆરા અને સિદ્ધાર્થ મલ્હાત્રાએ તેમની દિકરીના નામની જાહેરાત કરી હતી. તે પહેલાં તે પ્રેગનન્સી દરમિયાન મેટ ગાલામાં પહોંચી હતી ત્યારે ચર્ચામાં રહી હતી.
જ્યાં તેણે ગૌરવ ગુપ્તાએ ડિઝાઇન કરેલું બ્રેવહાર્ટ નામનું કસ્ટમ ગાઉન પહેર્યું હતું. જો તેની ફિલ્મોની વાત કરવામાં આવે તો, છેલ્લે કિઆરા વાર ૨માં રિતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળી હતી. હવે તે યશની ટોક્સિકઃ એ ફેઅરી ટેલ ફોર ગ્રોન અપ્સમાં જોવા મળશે. આ એક કન્નડા-ઇંગ્લિશ ફિલ્મ છે, જે ૨૦૨૬માં રિલીઝ થવાની છે.
કિઆરા આ સિવાય પણ કેટલીક સ્ક્રિપ્ટ જોઈ રહી હોવાની અને કેટલાક નવા ડિરેક્ટર્સ સાથે નવી ફિલ્મ અંગે વાટાધાટો અને ચર્ચાના તબક્કામાં હોવાના પણ અહેવાલો છે. ત્યારે હવે તેની આ પોસ્ટથી તેના ફૅન્સમાં તેની આગામી ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા વધી રહી છે.SS1MS
