વજન ઘટાડવાની દવાઓ ભયજનકઃ કેટ વિન્સલેટે
મુંબઈ, એક્ટર કેટ વિન્સલેટે ભરપુર પ્રમાણમાં લેવાતી વજન ઘટાડવાની દવાઓની ટીકા કરી છે અને બોટોક્સ અને ફિલર્સના ઇન્જેક્શન્સ પર પણ પોતાના વિચારો રજુ કર્યા છે. કેટે કહ્યું કે તેને આ પ્રકારની દવાઓ ચિંતાજનક લાગે છે.
વજન ઘટાડવા પાછળની ઘેલછા વિશે તાજેતરમાં એક ઇટરવ્યું તેણે વાત કરી હતી, “આ ભયજનક છે. જો કોઈ વ્યક્તિનો આત્મ વિશ્વાસ તે કેવી દેખાય છે, એના પર જ આધાર રાખે એ ડરામણું છે.”તેણે આગળ કહ્યું, “મારા માટે આ મૂંઝવણભર્યું છે કારણ કે મને એવું જોવા મળે છે, જ્યારે હું ઇવેન્ટ્સમાં અભિનેત્રીઓને તેમની ઇચ્છા મુજબ, ગમે તે કદમાં એમને જે ગમે તે પહેરેલી જોઉં છું, ત્યારે મને લાગે છે કે આવું કરવું વધુ સારું છે. પરંતુ પછી ઘણા લોકો વજન ઘટાડવાની દવાઓ પર છે.
તે ખૂબ જ વધી ગયું છે. કેટલાક પોતાની ઇચ્છા મુજબ ઇચ્છે એવું બનવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે, અન્ય લોકો પોતે જે નથી તે બનવા માટે બધું જ કરે છે.”કેટ વિન્સલેટે એવું પણ કહ્યું કે તે ઇચ્છે છે કે વધુ સંખ્યાં મહિલાઓ સહજ રીતે વધતી ઉંમરને એક પ્રક્રિયા તરીકે સ્વીકારે, નહીં કે બોટોક્સ અને ફિલર્સના ઇન્જેક્શન લે. તેણે કહ્યું, “જ્યારે હાથ ઘરડાં થાય એ મન સૌથી વધુ ગમે છે. એ જીવન તમારા હાથમાં છે.
હું કેટલીક સૌથી સુંદર સ્ત્રીઓને ઓળખું છું જે ૭૦ વર્ષની છે, પણ મને જે વાત સૌથી વધુ સતાવે છે તે એ છે કે કેચલીક યુવાન છોકરીઓને સમજવું નથી કે સહજ રીતે સુંદર હોવું એટલે શું.”કેટ પ્રશ્ન પૂછે છે કે લોકો કેવા પરફેક્શનના વિચારોની આશામાં જીવે છે? તેણે કહ્યું કે સોશિયલ મીડિયા અને તેની માનસિક અસરો પણ ગંભીર છે. કેટ વિન્સલેટ જેમ્સ કેમેરુનની ફિલ્મ ટાઇટેનિકમાં લિયોનાર્દાે દી કેપ્રિયો સાથે લીડ રોલ કરીને જાણીતી થઈ ગઈ હતી.
તેણે આ ઇન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે હોલિવૂડમાં સ્ત્રીની સુંદરતાના ધોરણો સજાપાત્ર છે. તેણે કહ્યું, “મીડિયાએ મારી સાથે ઘણું તિરસ્કારભર્યું વર્તન કર્યું હતું અને મને એકલી પાડીને મને ઘણી સતાવવામાં આવી હતી, હું કોઈ ફેમસ એક્ટ્રેસ થવા તૈયાર નહોતી. હું ઘણી નાની હતી, પણ મને લોકો મારા જીવનમાં ઘુસી ગયા હોય એવો અનુભવ થયો હતો. ”SS1MS
