રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રેખાનું સન્માન
મુંબઈ, રેખાની ક્લાસિક ફિલ્મ ઉમરાવજાન રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી, જ્યાં રેખા અને ફિલ્મના ડિરેક્ટર મુઝફ્ફર અલી હાજર રહ્યા હતા.
આ ફેસ્ટિવલમાં પણ રેખા ક્રીમ અને ગોલ્ડન સિલ્કની સાડીમાં જોવા મળ્યાં હતાં. તેઓ આ ફિલ્મ અને તેને મળતો પ્રતિસાદ જોઈને ખુશ થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું, “હું બહુ બોલવામાં માનતી નથી. મને લાગે છે, ઉમરાવજાન સાથે પણ મારી આંખો જેટલું અનુભવતી હતી, તેનાથી મારા ડાયલોગ અડધાં જ હતા.મારી મા પણ મને હંમેશા કહેતી કે તું તારી સિદ્ધીઓ વિશે વાત કરતી નથી, તું જલ્દી તારી લાગણીઓ વિશે બહુ વાત નથી કરતી.
તું કોઈને કહીને નથી શીખવતી કે શું કરવું. તું પોતે એક ઉદાહરણની જેમ જીવે છે. તું તારું જીવન શ્રેષ્ઠ રીતે જીવે છે અને લોકો તેમાંથી શીખી શકે છે, ખાસ કરીને શું ન કરવું.”રેખાએ આગળ કહ્યું, “હું તમને બધાને પણ એ જ કહીશ. શું ન કરવું એ હું શીખી છું. તેથી મેં વિશ્વસ રાખ્યો અને કહ્યું કે હું રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની આ તક તો નહીં ગુમાવું. એટલે હું અહીં તમારી સામે છું.
આગળ પણ હું આ ફેસ્ટિવલમાં આવવાની તક ક્યારેય નહીં ચૂકું.” આગળ તેમણે જણાવ્યું, “મૌન દરેક સ્થિતિમાં બહેતર છે. તો જે મૌન રહીને, વિનમ્રતાથી, સન્માન અને પ્રેમ સાથે, મને પ્રેમ કરનારા, મારા પ્રશંસકો, મારો પરિવાર, મારા મિત્રો, મારા નવા મિત્રો, તમે અમારી ફિલ્મ માટે જે કંઈ અનુભવ્યું એના માટે આભાર.” તેમની ફિલ્મને ખુબ તાળીઓ સાથે વધાવી લેવાઈ હતી અને પછી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.SS1MS
