૩ ઇડિયટ્સ ૨ની સ્ક્રિપ્ટ તૈયાર, આમિર, માધવન અને કરીના ૧૫ વર્ષે સાથે દેખાશે
મુંબઈ, ફિલ્મ રસિકો માટે કદાચ આ સમાચાર વર્ષના સૌથી વધુ સરપ્રાઇઝ આપનારા સમાચાર હશે, હવે ૧૫ વર્ષ પછી ૩ ઇડ્યિટ્સની સિક્વલની તૈયારી થઈ ગઈ છે, એ પણ તેનાં લોકપ્રિય અને યાદગાર કલાકારો સાથે.
ફરી એક વખત આમિર ખાન, કરીના કપૂર ખાન, આર માધવન અને શરમન જોશીની આ ફિલ્મને રાજકુમાર હિરાની જ ડિરેક્ટ કરશે અને વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હિરાની અને આમિર ખાન મળીને પ્રોડ્યુસ કરશે. આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ફિલ્મની સિક્વલનું શૂટ ૨૦૨૬ના બીજા ભાગમાં શરૂ થશે. સુત્રએ જણાવ્યુ, “સ્ક્રીપ્ટ લખાઈ ગઈ છે અને ટીમ તેના માટે ખુબ ઉત્સાહીત છે.
તેમને લાગે છે કે પહેલી ફિલ્મનો જોદુ ફરીથી આવી ગયો છે અને તે પણ મજાની, લાગણીસભર અને પહેલાં ભાગ જેટલી જ અર્થસભર પણ હશે.”આગળ સુત્રએ જણાવ્યું, “આ સ્ટોરી પણ આગળની ફિલ્મની વાર્તાને આગળ વધારશે, કલાકારો તેમનાં જીવનમાં આગળ વધી ગયાં પછી લગભગ ૧૫ વર્ષ પછીની વાર્તા તેમાં દર્શાવાશે. જેમાં પહેલી ફિલ્મના અંત પછી તેઓ અલગ થઈ ગયાં છે અને ફરી એક વખત તેઓ બધાં એકસાથે આવે છે.
ઓડિયન્સને રન્ચો, ફરહાન, રાજુ અને પિઆ આ વખતે નવી મજા સાથે જોવા મળશે, જે તેમની વધતી ઉંમર સાથેની સફરને દર્શાવશે.”વધુ એક સુત્ર દ્વારા જણાવ્યા અનુસાર રાજ કુમાર હિરાની લાંબા સમયથી સિક્વલ પર વિચાર કરી રહ્યા હતા, ત્યારે હવે તેમની દાદા સાહેબ ફાળકેની બાયોપિક અટકી જતાં તાજેતરમાં જ તેમને આ વાર્તાને ક્યાંથી આગળ વધારવી એ ક્ષણ મળી ગઈ છે.
સુત્રએ જણાવ્યું. “તેમણે ૩ ઇડિયટ્સની સિક્વલને એક વ્યવસ્થિત ફિલ્મ બનાવવા માટે ઘણો સમય ફાળવ્યો છે. ૩ ઇડિયટ્સ ૨નો વિચાર હિરાનીના મનમાં હંમશા હતો પરંતુ તેઓ એવી પરફેક્ટ ફિલ્મ બનાવવા માગતા હતા, જેથી આ ફિલ્મ આગળની ફિલ્મના વારસા પર ખરી ઉતકી શકે.” પહેલી ફિલ્મ ૨૦૦૯માં રિલીઝ થઈ હતી અને એક કલ્ટ ક્લાસિક ફિલ્મ બની ગઈ હતી. આ ફિલ્મે શિક્ષણ વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ખડા કરીને ચર્ચાઓ જન્માવી હતી.
આ ફિલ્મ ભારતની પહેલી ૨૦૦ કરોડ કમાયેલી ફિલ્મ હતી. તેણે બોલિવૂડની ફિલ્મો માટે નવી સીમા નિશ્ચિત કરી હતી. માત્ર કરીના, આમિરને ફરી એકસાથે જોવા જ દર્શકો આ વાતથી ઉત્સુક છે. આ ફિલ્મ એવી બનશે, જેમાં જુની યાદો તાજી પણ થાય અને નવી મજા પણ ઉમેરાય. આમિર અને રાજકુમાર હિરાની બંનેએ હાલ દાદા સાહેબ ફાળકેની ફિલ્મને પડતી મુકી છે, કારણ કે એમને ફિલ્મની સ્ક્રીપ્ટ ગમી નહોતી.SS1MS
