માત્ર ૭૨ જ કલાકમાં રૂ.૧૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ધુરંધર ફિલ્મ
મુંબઈ, રણવીર સિંહ અને ડાયરેક્ટર આદિત્ય ધરની ધમાકેદાર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે! વીકએન્ડમાં ‘ધુરંધર’એ માત્ર જોરદાર શરૂઆત જ નથી કરી, પરંતુ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની રેસમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
શરૂઆતી આંકડાઓ પ્રમાણે, ફિલ્મે રવિવારના દિવસે ૪૦ થી ૪૨ કરોડની વચ્ચે કમાણી કરીને હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ‘ધુરંધર’એ માત્ર ૩ દિવસમાં જ ૧૦૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે.
રણવીર સિંહની જબરદસ્ત ફેન ફોલોઇંગ અને આદિત્ય ધરની કમાલની સ્ટોરીટેલિંગનો પ્રભાવ બોક્સ ઓફિસ પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન અને અક્ષય ખન્ના જેવા દિગ્ગજ કલાકારોની હાજરી પણ ફિલ્મને વિશેષ બનાવે છે.‘ધુરંધર’ના વીકએન્ડનો ટ્રેન્ડ પણ અદ્ભુત રહ્યો છે.
ફિલ્મે પહેલા દિવસે લગભગ ૨૮ કરોડની કમાણી કરી હતી, પરંતુ રવિવાર સુધીમાં આ આંકડો વધીને ૪૦ કરોડ સુધી પહોંચી ગયો, જે એક મોટી છલાંગ દર્શાવે છે.ત્રણ દિવસમાં આટલી મજબૂત ગ્રોથે સ્પષ્ટ કરી દીધું છે કે ફિલ્મ માત્ર ઓપનિંગ વીકએન્ડ સુધી સીમિત નહીં રહે, પરંતુ આવનારા દિવસોમાં સારી કમાણી કરશે. સામાન્ય રીતે મોટી ફિલ્મોની સાચી પરીક્ષા સોમવારે થાય છે, પરંતુ ‘ધુરંધર’એ આ મામલે પણ પોતાની ધાક જમાવી દીધી છે.
સોમવારની પ્રી-સેલ્સ પહેલેથી જ જબરદસ્ત તેજીમાં છે, જેનાથી સ્પષ્ટ છે કે વીકડેઝમાં પણ ફિલ્મ મજબૂત પકડ જાળવી રાખશે. ૧૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ એવી અપેક્ષા છે કે ક્રિસમસ ૨૦૨૫ સુધી આ ફિલ્મ થિયેટરોમાં મજબૂત પકડ જાળવી રાખશે અને રજાઓના કારણે કમાણીમાં વધુ વધારો થશે.
રણવીર સિંહના દમદાર એક્શન, આદિત્ય ધરનું શાનદાર ડાયરેકશન અને બેસ્ટ સિનેમેટિક પ્રેઝન્ટેશન દર્શકોને ખેંચી લાવ્યા છે, જેના કારણે સ્ટોરી, મ્યુઝિક અને સ્કેલને લઈને સોશિયલ મીડિયા પર પોઝીટીવ રિસ્પોન્સ મળી રહ્યા છે. જેના કારણે આવનારા દિવસોમાં આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડીને વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બનવાની રેસમાં મોખરે છે.SS1MS
