ધર્મેન્દ્રને યાદ કરી રડી પડ્યો અભિનેતા સલમાન ખાન
મુંબઈ, ટીવીના લોકપ્રિય રિયાલિટી શા ‘બિગ બોસ ૧૯’ની ગઈ કાલે રાત્રે ફાઈનલ હતી, જેમાં આ સિઝનના વિજેતાનું નામ જાહેર કરવામાં આવ્યું. જોકે, વિજેતાની જાહેરાત પહેલાં, આ ફાઈનલમાં દિવંગત સુપરસ્ટાર ધર્મેન્દ્રને એક ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ દરમિયાન સલમાન ખાન સહિત ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા. ધર્મેન્દ્રને યાદ કરતાં સલમાન પોતાના આંસુ રોકી શક્યો નહીં અને બધાની સામે રડી પડ્યો. તેમણે ધર્મેન્દ્રને પોતાના આદર્શ ગણાવ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.અભિનેતા સલમાન ખાન અને ધર્મેન્દ્ર વચ્ચે ખૂબ ગાઢ સંબંધ હતો, સલમાન તેમને પિતા સમાન માનતો અને ધર્મેન્દ્ર પણ સલમાનને પોતાનો ત્રીજો પુત્ર માનતા હતા.
દર વર્ષે ‘બિગ બોસ’માં હાજરી આપીને ધર્મેન્દ્ર શાની રોનક વધારતા હતા, પરંતુ આ વર્ષે બીમારીને કારણે તેઓ ન આવી શક્યા અને ૨૪ નવેમ્બરના રોજ તેમનું નિધન થયું. આ ઘટનાથી ધર્મેન્દ્રનો પરિવાર તેમજ સલમાન ખાનને મોટો આઘાત લાગ્યો છે.‘બિગ બોસ ૧૯’ના ફાઈનલમાં સલમાને ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી અને તેમની સુંદર યાદો ફેન્સ સાથે શેર કરતા ભાવુક થઈને કહ્યું, ‘અમે અમારા હી-મેનને ગુમાવ્યા છે. અમારી સૌથી શાનદાર વ્યક્તિ ધર્મેન્દ્રજી.
મને નથી લાગતું કે ધરમજી કરતાં કોઈ સારો માણસ હોઈ શકે. તેમણે જે જીવન જીવ્યું છે, તે કિંગ સાઇઝ જીવ્યું છે. દિલ ખોલીને જીવ્યું છે. ૬૦ વર્ષ મનોરંજનને આપ્યા. ઇન્ડસ્ટ્રીને સની-બોબી આપ્યા.’સલમાને વધુમાં કહ્યું કે, ‘સૌથી સારી વાત એ છે કે જ્યારે તેઓ આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયા ત્યારથી તેમને માત્ર સારું કામ જ કર્યું છે, તેમણે દરેક પ્રકારના રોલ કર્યા-કોમેડી, ડ્રામા, એક્શન, ઈમોશન. મેં મારા કરિયર ગ્રાફમાં હંમેશા ધરમજીને ફોલો કર્યા છે.
તેઓ હી-મેનની બોડીમાં માસુમ ચહેરો લઈને આવ્યા હતા અને તેમણે અમને ઘણું મનોરંજન પૂરું પાડ્યું. અમે હંમેશા તેમને યાદ કરીશું. લવ યુ ધરમજી.’ધર્મેન્દ્ર વિશે વાત કરતાં સલમાન ખાન સ્ટેજ પર જ રડી પડ્યો. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કદાચ જ કોઈએ આ પહેલાં સલમાનને રિયલ લાઇફમાં આ રીતે રડતાં જોયો હશે, જે રીતે તે ધર્મેન્દ્રને યાદ કરીને રડ્યો હતો.SS1MS
