Western Times News

Gujarati News

ગુજરાતની ટીમ ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના ટ્રેલબ્લેઝર્સ પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ

હૈદરાબાદના પાવરપેક્ડ સ્ટેડિયમમાં 18,000થી વધુ ચાહકોની હાજરી

સલમાન ખાને ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના બીજા રાઉન્ડનો પ્રારંભ કરાવ્યો,

      બીબી રેસિંગના એન્થોની બોર્ડને (હોન્ડા સીઆરએફ 450 આર) 450 સીસી ઇન્ટરનેશનલ ક્લાસમાં જીત હાંસલ કરીઇન્ડિવ્હીલર્સ ક્લિન્ચીસના કેલ્વિન ફોનવિલે (યામાહા વાયઝેડ 250) 250 સીસી ઇન્ટરનેશનલ ક્લાસ અને ટીમ બિગરોક મોટરસ્પોર્ટ્સના નાકામી મકરિમ (કાવાસાકી કેએક્સ 250) 250 સીસી ઇન્ડિયાએશિયા મિક્સ કેટેગરીમાં ટોચ પર રહ્યા.

હૈદરાબાદ, ઇન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL) સીઝન 2માં હાઇ-ઓક્ટેન મોટરસ્પોર્ટની એક રોમાંચક રાત્રિનો અનુભવ માણવાની તક મળી, જેમાં ગચીબોલીના GMC બાલયોગી એથ્લેટિક સ્ટેડિયમ ખાતે મેગાસ્ટાર અને ISRLના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનની હાજરીમાં બીજો રાઉન્ડ શરૂ થયો હતો. તેલંગાણા સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી દ્વારા આ કાર્યક્રમને સત્તાવાર રીતે લીલી ઝંડી આપવામાં આવી હતી. Salman Khan Kicks-off Round 2 of Indian Supercross Racing League; Team Gujarat Trailblazers Leads the Points Table.

ટીમ ગુજરાત ટ્રેલબ્લેઝર્સે રાઉન્ડ 2માં એકંદરે વિજય મેળવ્યો. બીબી રેસિંગ (ફ્રાન્સ)ના એન્થોની બોર્ડન હોન્ડા CRF 450 R પર સવાર થઈને 450cc ઇન્ટરનેશનલ ક્લાસ જીતવા માટે આગળ વધ્યા હતા, જ્યારે કેલ્વિન ફોનવિલેએ (ફ્રાન્સ) યામાહા YZ 250 પર 250cc ઇન્ટરનેશનલ ક્લાસમાં વિજય મેળવ્યો. 250cc ઇન્ડિયાએશિયા મિક્સ કેટેગરીના ભારે સ્પર્ધાત્મક રાઉન્ડમાં ટીમ બિગરોક મોટરસ્પોર્ટસના (ઇન્ડોનેશિયાનાકામી મકારિમે કાવાસાકી KX 250 પર શોર કરતા ચાહકોની સામે જ ચેકર્ડ ફ્લેગ પોતાને નામે કર્યો હતો.

18,000થી વધુ ચાહકોની હાજરી સાથે સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું, જેનાથી સ્પીડ, કૌશલ્ય અને વૈશ્વિક રેસિંગ શ્રેષ્ઠતાનો અવિસ્મરણીય નજારો જોવ મળ્યો હતો.

માનનીય મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કેતેલંગાણા હંમેશાથી વિશ્વ કક્ષાના સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકોના માધ્યમથી યુવાનોને સશક્ત બનાવવામાં માનતું આવ્યું છે. ISRL જેવી આંતરરાષ્ટ્રીયસ્તરની મોટરસ્પોર્ટ લીગનું સ્વાગત રમતગમતમાં નવીનતારોજગાર સર્જનપ્રવાસનમાં વૃદ્ધિ અને હૈદરાબાદને વૈશ્વિક રમતગમતના નકશા પર મજબૂત રીતે સ્થાન આપવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છેઆ પ્રકારની ઈવેન્ટ્સ આપણા યુવાનોમાં શિસ્તપ્રતિરોધકતા અને ગર્વને પ્રેરણા આપે છે.”

 ISRLના બ્રાન્ડ એમ્બેસેડરમેગાસ્ટાર સલમાન ખાને જણાવ્યું હતું કેઆજે રાત્રે હૈદરાબાદની ઉર્જા અવિશ્વસનીય હતીભારતીય અને આંતરરાષ્ટ્રીય રાઇડર્સને ભારતીય ભૂમિ પર એકસાથે તેમની મર્યાદાઓને આગળ વધારતા જોવા ખરેખર રોમાંચક હતું. ISRL આપણા દેશના યુવાનો માટે કંઈક અર્થપૂર્ણ સર્જન કરી રહ્યું છેજ્યાં વિશ્વ કક્ષાના સલામતી ધોરણો વચ્ચે પ્રતિભાનો તક સાથે સંગમ થાય છેઆ યાત્રાને પ્રત્યક્ષ રીતે જોવી એ આનંદની વાત છે.”

ISRL અને લિલેરિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વીર પટેલે જણાવ્યું હતું કેઆજની રાત ISRL અને દરેક મહત્વાકાંક્ષી ભારતીય રાઇડર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ છેખીચોખીચ ભરેલા સ્ટેડિયમમાં ચિયર કરતા ચાહકો દર્શાવે છે કે મોટરસ્પોર્ટ ભારતીય યુવાનો સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છેપ્રતિભાને પોષતી અને વૈશ્વિક માર્ગો પ્રશસ્ત કરતી વિશ્વસ્તરીય મોટરસ્પોર્ટ ઇકોસિસ્ટમના નિર્માણ માટેના અમારા વિઝનને ટેકો આપવા બદલ અમે તેલંગાણા સરકારના આભારી છીએઆ રમત માટે પરિવારોસમુદાયો અને યુવાનોની એકતા ખરા અર્થમાં શક્તિશાળી છે.”

પુણેમાં જબરદસ્ત આરંભિક રાઉન્ડથી મળેલી ગતિને આગળ ધપાવતાં, હૈદરાબાદે ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, યુએસએ, જર્મની, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતના દેશોના ટોચના ખેલાડીઓ સાથે ખરા અર્થમાં વૈશ્વિક રાઇડર્સ રોસ્ટરનું પ્રદર્શન કર્યું, સાથે જ તેઓ ઋગવેદ બરગુજે અને ઇક્ષાન શાનબાગ સહિત ભારતના શ્રેષ્ઠ રાઇડર્સ સાથે પણ સ્પર્ધામાં ઉતર્યા. આ સીઝનમાં 21 દેશોના 36થી વધુ આંતરરાષ્ટ્રીય એથ્લીટ રેસિંગમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે ISRLએ ભારતને સ્પર્ધાત્મક સુપરક્રોસ માટે એક નવા વૈશ્વિક હબ તરીકે મજબૂત રીતે સ્થાન અપાવ્યું છે.

રીસ મોટો ફેન પાર્કે ફરી એકવાર લાઇવ મ્યુઝિક, રેસિંગ સિમ્યુલેટર, એફ એન્ડ બી અનુભવો, ઇન્ટરેક્ટિવ બ્રાન્ડ ઝોન, રાઇડર મીટ-એન્ડ-ગ્રીટ્સ અને ટીમ મર્કન્ડાઇઝ સાથે ઉત્સવ જેવા વાતાવરણનું સર્જન કર્યું હતું, જે રેસટ્રેકની બહાર પણ દર્શકોના અનુભવને વધુ સમૃદ્ધ બનાવે છે.

ISRL હવે 21 ડિસેમ્બર, 2025 ના રોજ EMS કોર્પોરેશન સ્ટેડિયમ ખાતે ગ્રાન્ડ ફિનાલે માટે કેરળના કોઝિકોડ જશે, જે સીઝનના સૌથી ઉત્કટ ચેમ્પિયનશિપ શોડાઉનનું વચન આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.