પરંપરાગત મેનેજમેન્ટ સ્ટ્રક્ચર જૂનું થઈ ગયું છે: TCS અને પીટર ડ્રકર સોસાયટી યુરોપનો અહેવાલ
10 વૈશ્વિક નિષ્ણાતોના અભિપ્રાયથી જાણવા મળ્યું છે કે ફ્લેટેનેડ હાયરાર્કી, વ્યવસ્થિત લીડરશીપ, એઆઈ-સક્ષમ નિર્ણય કરવાની ક્ષમતા, તથા સતત ટેલેન્ટ ટ્રાન્સફોર્મેશન એન્ટરપ્રાઈઝ એ સતત પરિવર્તન માટે ખૂબ જરૂરી છે.
વિયેના, મુંબઈ, આઈટી સર્વિસ, કન્સલ્ટીંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં વિશ્વની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિસ (ટીસીએસ) (બીએસઈઃ532540, એનએસઈઃટીસીએસ)એ પીટર ડ્રકર સોસાયટી યુરોપ સાથે મળીને ‘ન્યુ લિડરશીપ ફોર ધ પર્પેચ્યુઅલી એડેપ્ટીવ એન્ટરપ્રાઈઝ (હંમેશા બદલાનાર એન્ટરપ્રાઈઝ માટે નવી લીડરશીપ)’ અંગે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે.
પીટર ડ્રકર સોસાયટી યુરોપ દ્વારા નોમિનેટ કરવામાં આવેલ દસ ગ્લોબલ લીડરશિપ એક્સપર્ટ્સ સાથેના ઈન્ટરવ્યુના આધારે આ રિપોર્ટ એક સ્પષ્ટ પરિણામ પર પહોંચે છે, પરંપરાગત મેનેજમેન્ટ મોડલર ખતમનો અંત આવી રહ્યો છે. ભવિષ્યમાં જળવાઈ રહેવા માટે કંપનીઓ પોતાના સ્ટ્રક્ચર, લીડરશિપ કલ્ચર અને ટેકનોલોજી પ્રત્યે પોતાના દ્રષ્ટિકોણ પર નવેસરથી વિચાર કરવો પડશે.
આ અહેવાલ લીડર્સને કેટલાક મહત્વના પ્રેક્ટિકલ એક્શન પોઇન્ટ્સ પણ આપે છે. કારણ કે બિઝનેસ ભૂરાજકિય દબાણો, પરિવર્તન થઈ રહેલ એનર્જી સિસ્ટમ તથા ઝડપભેર બદલાઈ રહેલ કસ્ટમર સંબંધિત અપેક્ષાઓનો સામનો કરે છે.
આ અહેવાલથી પાંચ ચાવીરૂપ બાબતોઃ
- હાયરાર્કિકલ ડિસિઝ-મેકિંગનો અંત લાવવા અને ગ્રાહકોની નજીક રહેતા લોકોને સશક્ત કરવા માટે સંગઠનાત્મક સંરચનાઓને સપોર્ટ કરવો.
- તમામ લેવલ પર કર્મચારીઓને સશક્ત બનાવવા, સામૂહિક બૌદ્ધિકતાને ઉત્તેજન આપવા અને સતત શીખવા અને સિનેરિયો-આધારિત પ્લાનિંગને પ્રોત્સાહિત કરવા માટે અનુકૂળ તથા સમાવેશી નેતૃત્વને અપનાવવું
- નવા બિઝનેસ મોડલને સક્ષમ કરવા, નિર્ણય લેવામાં મદદ કરવા તથા સહયોગને વધારે સારો કરવા માટે ટેકનોલોજી, ખાસ કરીને એઆઈનો ઉપયોગ કરે.
- ટેકનોલોજીને બદલાઈ રહેલા સમય સાથે પરિવર્તન સાથેનો તાલમેળ સહજ રહે, સિવાય કે વર્તમાન સિસ્ટમને કસ્ટમાઈઝ કરવાના સુરક્ષિત, પરંપરાગત માર્ગને અપનાવવામાં આવે.
- સતત શિખવાની બાબતને પ્રાથમિકતા આપવી અને એવો માહોલ તૈયાર કરીને લોકોને માહોલના સર્જન મારફતે નિષ્ફળતા કેળવે કે જે સાઈકોલોજીકલ સેફ્ટી, જીજ્ઞાસા અને લચીલાપણને સપોર્ટ કરતું હોય, સંગઠનોએ ટેલેન્ટને આકર્ષિત કરવા તથા તેને જળવી રાખવા માટે સાનુકૂળ કાર્ય, ફ્લેક્સિબિલિટી તથા વિકાસ સંબંધિત તકને પ્રદાન કરવી જોઈએ.
ટાટા કન્સલ્ટેન્સી સર્વિસિસના યુરોપ બાબતોના વડા શ્રી સપ્તગિરિ ચપલાપલ્લીએ જણાવ્યું હતું કે, “સતત બદલાઈ રહેલ બિઝનેસ માહોલમાં કંપનીઓએ અભૂતપૂર્વ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. બિઝનેસ લીડર્સને માટે આ ઝડપથી બદલાઈ રહેલા માહોલ માટે એક નવા વિચારની જરૂર છે.”જે એન્ટરપ્રાઈઝ એજિલિટી અને ઈનોવેશનને અપનાવે છે તે આ બદલતા વૈશ્વિક માહોલમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે છે, તકોને શોધી શકે છે અને સફળતાને ફરિથી વ્યાખ્યાયિત કરી શકે છે. ડિઝાઈનની દ્રષ્ટિએ આ ઓર્ગેનાઈઝેશન પરિવર્તન સાથે તાલમેલ બેસાડવા ઉપરાંત ભવિષ્યના પડકારોને તકોમાં તબદિલ કરવા પણ તૈયાર રહે છે.”
ટીસીએસ પીટર ડ્રકર સોસાયટી યુરોપના લાંબા સમયથી પાર્ટનર રહ્યા છે, અને થોટ લીડરશિપ તથા ઓર્ગેનાઈઝેશનલ એડેપ્ટેબિલિટીને આગળ વધારવા માટે વર્ષોથી સાથે મળી કામ કરી રહ્યા છે.
વિયના સેન્ટર ફોર મેનેજમેન્ટ ઈનોવેશન, પીટર ડ્રકર સોસાયટી યુરોપના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર શ્રી ડો. જોહાન રોઝે જણાવ્યું હતું કે, “શું થાય છે કે જ્યારે એવા ગુણ કે જે ક્યારેક સારા મેનેજમેન્ટ, નિર્ણય લેવાની ક્ષમતા, સર્જનાત્મકતા અને સહયોગને વ્યાખ્યાયિત કરતાં હતા, તેમણે ચુપચાપ એલ્ગોરિધમને આઉટસોર્સ કરી દેવામાં આવે છે?
તેનો જવાબ ફક્ત સંગઠનોના ભવિષ્ય ઉપરાંત પોતાના મેનેજમેન્ટના ભવિશ્યને પણ આકાર આપશે. ટીસીએસ તથા પીટર ડ્રકર સોસાયટી યુરોપના આ જોઈન્ટ રિપોર્ટ તે તપાસની ભાવનાને દર્શાવે છે કે જે ડ્રકર ફોરમ કન્યુનિટીને ગાઈડ કરે છે, તે મેનેજમેન્ટને કેવી રીતે બદલવા તે અંગે પૂછવા ઉપરાંત પોતાના મેનેજમેન્ટને કેવી રીતે નવું કરવું તે અંગે પણ બાબતને આવરે છે.”
