Western Times News

Gujarati News

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં વહેલી સવારથી આવકવેરાના દરોડા,એક સાથે 35 સ્થળો પર સર્ચ

31st July 2022 last day for Incometax filing

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની રેડ શરૂ થઇ છે.

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડયા છે. એક સાથે 35 સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 લોકોના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. 150થી વધુ અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે. અમદાવાદમાં સેટેલાઈટ, નારોલ પીરાણા, સૈજપુર અને પીપળજમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.