Western Times News

Gujarati News

રૂ. ૬.૧૫ લાખ કરોડની લોન માંડી વાળી છેલ્લાં ૫.૫ વર્ષમાં સરકારી બેંકોએ

(એજન્સી)મુંબઈ, જાહેર સાહસોની બેંકોએ છેલ્લાં ૫.૫ મહિનાના સમયગાળા દરમ્યાન રૂ.૬.૧૫ લાખ કરોડની લોન માંડી વાળી છે એવી સંસદને સોમવારે માહિતી આપવામાં આવી હતી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડ્યા દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર જાહેર સાહસોની જુદી જુદી બેંકોએ છેલ્લાં પાંચ વર્ષમાં અને ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં રૂ.૬,૧૫,૬૪૭ કરોડની લોન માંડવાળ કરી હતી

એમ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને આપેલાં એક લેખિત જવાબમાં કહ્યું હતું.નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩થી આજદિન સુધીમાં સરકારે બેંકોને કોઇ ભંડોળ પૂરું પાડ્યું નથી એમ કહેતા ચૌધરીએ ઉમેર્યું હતું કે જાહેર સાહસની તમામ બેંકોએ પોતાના દેખાવમાં ધરખમ સુધારો કર્યાે છે

અને હવે તેઓ નફો કરતી અને પોતાની નાણાંકીય સ્થિતિને વધુ મજબૂત બનાવતી થઇ ગઇ છે.સરકારી બેંકો હવે પોતાની નાણાંકીય જરૂરિયાતોને પહોંચી વળવા માર્કેટના સ્ત્રોત અને આંતરિક લેવડ-દેવડ ઉપર આધાર રાખે છે, અને ૧ એપ્રિલ-૨૦૨૨થી લઇને ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૫ સુધીમાં તેઓએ પોતાના શેરોનું વેચાણ કરીને અને બોન્ડ બહાર પાડીને રૂ.૧.૭૯ લાખ કરોડની જંગી મૂડી ઉભી કરી છે

એમ ચૌધરીએ કહ્યું હતું.જુદી જુદી બેંકોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મંજૂર કરાયેલી રિઝર્વ બેંકની ગાઇડલાઇન્સમાં કરાયેલી જોગવાઇ અંગતર્ગત સરકારી બેંકોએ પોતાની નોન પર્ફાેમિંગ એસેટ્‌સ (એનપીએ-વસુલ થવાની શક્યતા નાહ હોય એવી લોન)નો માંડવાળ કર્યાે છે જેમાં ચાર વર્ષ પૂર્ણ થવા છતાં લોન પેટે એક રૂપિયા પણ જમા ના થયો હોય એવી લોનનો પણ સમાવેશ થાય છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.