જસદણના આટકોટમાં નિર્ભયાકાંડ જેવી ઘટના બનતા ચકચાર
AI Image
રાજકોટ જિલ્લામાં ૬ વર્ષીય બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ
(એજન્સી)રાજકોટ, એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર અજાણ્યા શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો છે. હેવાનિયતની હદ વટાવતા નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી દીધી હતું અને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી.
બાળકીની ગંભીર હાલતને જોતાં તેને પરિવારે તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગુનો નોંધી ગણતરીના દિવસોમાં આરોપીને પકડી લીધો છે.
એ ૬ વર્ષની બાળકી પર શું વીતી હશે, વિચારીને કંપારી છૂટી જાય છે. ઘટના ૪ ડિસેમ્બરની છે, મૂળ દાહોદ જિલ્લાનો શ્રમિક પરિવાર ખેતરમાં કામ કરી રહ્યો હતો જ્યાં ૬ વર્ષ અને ૮ મહિનાની બાળકી હસતી કૂદતી રમતી હતી. એ દરમિયાન હવસખોર ઈસમની નજર બાળકી પર પડે છે.
તેને ઉપાડી જઈ તેના પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ કરે છે. બાળકીએ બૂમાબૂમ કરતાં આરોપી બાળકીનું મોઢું દબાવે છે જે બાદ બાળકીના ગુપ્તાંગમાં સળિયો ઘૂસાડી બાળકીને તરફડિયાં મારતી છોડી ત્યાંથી ભાગી જાય છે.
પરિવારને ખેતરમાં બાળકીની હાજરી ન હોવાની ખબર પડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. જે બાદ નજીકમાંથી જ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. હાલ બાળકીની સારવાર જનાના હોસ્પિટલમાં ચાલી રહી છે. બીજી તરફ ફરિયાદ મળતા જ રાજકોટ ગ્રામ્ય પોલીસની ટીમ હરકતમાં આવી હતી. અને આરોપીને પકડી લેવા ૧૦ જેટલી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તે રાજકોટ ગ્રામ્ય વિજયસિંહ ગુર્જરેના જણાવ્યા અનુસાર ૧૦૦ જેટલા શકમંદોની પૂછપરછ કરી હતી અને બાદમાં ૧૦ જેટલા આરોપીઓને ચાઈલ્ડ એક્સપર્ટને સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં બાળકીએ મુખ્ય આરોપી ૩૦ વર્ષીય રામસીંગ તેરસીંગની ઓળખ કરતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી છે અને એક દીકરી અને બે દીકરાનો પિતા છે.
રાજકોટ ગ્રામ્ય જીઁ વિજયસિંહ ગુર્જરે વધુમાં કહ્યું હતું કે આ ઘટનામાં ધરપકડ કરાયેલા આરોપી સિવાય અન્ય કોઈ આરોપી સામેલ નથી તેની ખાતરી કરી લેવામાં આવી છે. જે ખેતરમાં બનાવ બન્યો તેની બાજુના ખેતરમાંથી આરોપીને ડિટેન કરવામાં આવ્યો હતો. પોલીસે એ પણ સ્પષ્ટતા કરી છે કે આરોપી દુષ્કર્મમાં નિષ્ફળ જતાં તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી હતી.
