અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર, એક વિદ્યાર્થીનું મોત
વાશિગ્ટન, અમેરિકાની કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના હોસ્ટેલ પરિસરમાં મંગળવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે આ ગોળીબારમાં ઓછામાં ઓછા એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય એક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો છે.
ઘટનાના પગલે પોલીસે એક શંકાસ્પદ હુમલાખોરને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે.યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, વ્હિટની એમ યંગ જૂનિયર હાલમાં ગોળીનો ભોગ બનેલા બીજા વિદ્યાર્થીની હાલત ગંભીર છે, પરંતુ તે સ્થિર છે.
યુનિવર્સિટીએ ઘાયલ વિદ્યાર્થીનું નામ જાહેર કર્યું નથી. યુનિવર્સિટીએ કહ્યું છે કે તેઓ મૃતક અને ઘાયલ વિદ્યાર્થીના પરિવારો સાથે સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ આપી રહ્યા છે, તેમજ કાઉન્સેલિંગ અને સપોર્ટ સર્વિસ પણ ઉપલબ્ધ છે.ગોળીબારની ઘટના બાદ ળેન્કફર્ટ પોલીસ વિભાગે સમગ્ર કેમ્પસને લોકડાઉન કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર પર કાર્યવાહી કરીને કેમ્પસને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે.
ઘટના પછી સામે આવેલી તસવીરોમાં ડૉરમેટરીની બહાર અનેક પોલીસ વાહનો અને ક્રાઈમ સીન ટેપ જોવા મળ્યા હતા, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ગવર્નર એન્ડી બેશિયરે આ હુમલાની નિંદા કરી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે હિંસા માટે કોઈ જગ્યા હોઈ શકે નહીં.
કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટીના વિસ્તારમાં ચાર મહિનામાં ગોળીબારની આ બીજી ઘટના છે. અગાઉ ૧૭ ઓગસ્ટના રોજ પણ યંગ હાલ પાસે એક વાહનમાંથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોને ઈજા થઈ હતી. તે ઘટનામાં એક પીડિતને નજીવી અને બીજાને ગંભીર ઈજા થઈ હતી, જોકે તેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામેલ નહોતા.
કેન્ટકી સ્ટેટ યુનિવર્સિટી એક સરકારી અને ઐતિહાસિક રીતે બ્લેક યુનિવર્સિટી છે, જેમાં લગભગ ૨,૨૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ૧૮૮૬માં અહીં સ્કૂલ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી. ગોળીબારની આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.SS1MS
