જાપાનમાં ૯૮ ફૂટ ઊંચી સુનામીની ચેતવણી, ૨ લાખ લોકોને જીવનું જોખમ
ટોકિયો, જાપાન તાજેતરના દિવસોમાં ભૂકંપ અને સુનામીના સંકટનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન, મંગળવારે મેગાક્વેક એડવાઇઝરી જાહેર કરાઈ છે. તેને એક રેર એડવાઇઝરી કહેવામાં આવે છે. ઓમોરીના પૂર્વ તટ પર ૭.૫ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા પછી આ ચેતવણી જાહેર કરાઈ છે.આ ભૂકંપથી વધારે નુકસાન થયું ન હતું, પરંતુ અધિકારીઓના આશંકા છે કે આવનારા દિવસોમાં ખતરો વધી શકે છે. જેના કારણે આ ચેતવણી જાહેર કરાઈ છે.
જો અહીં સુનામી આવે છે તો આ સુનામી ૯૭ ફૂટ ઊંચી હોઈ શકે છે. તેનાથી લગભગ બે લાખ લોકોના મોત થવાની શક્યતા છે. જાપાન સરકારના અનુમાનોમાં અપાયેલી ચેતવણી અનુસાર, હોક્કાઈડો-સૈનરિકુ ક્ષેત્રમાં એક વધુ સમુદ્રી મહાભૂકંપ ૯૭ ફૂટ ઊંચાઈની સુનામી પેદા કરી શકે છે. તેનાથી લગભગ૧.૯૯ લાખ લોકોના મોત થઈ શકે છે. આ સિવાય, ૨.૨૦ લાખ ઈમારતો નષ્ટ થઈ શકે છે અને આશરે ૩૧ ટ્રિલિયન યેનનું આર્થિક નુકસાન થઈ શકે છે.
આ આફત શિયાળામાં આવે તો ૪૨૦૦૦ સુધીના લોકો હાઇપોથર્મિયાથી પીડિત થઈ શકે છે.હાલ ૧૮૨ નગરપાલિકાઓને સૂચના અપાઈ છે. આ તાજેતરના વર્ષાેમાં જાહેર કરાયેલી વ્યાપક ભૌગોલિક ચેતવણીઓ પૈકીની એક છે. જાપાનના અધિકારીઓ પર ૨૦૧૧ની સુનામીનો ડર હજુયે યથાવત છે. એ વર્ષે ભૂકંપને કારણે ખૂબ તબાહી થઈ હતી. એમાં લગભગ ૨૦ હજાર લોકોના મોત થયા હતા.SS1MS
