કચ્છમાં પ્રેમસંબંધમાં મિત્રની હત્યાઃ માથું, હાથ-પગ કાપી બોરવેલમાં નાંખી દીધા
ભુજ, કચ્છમાં નખત્રાણાના મુરૂ ગામનો ૨૦ વર્ષીય યુવક છ દિવસથી ગુમ હતો. આ મામલે પોલીસે શકમંદને ઉઠાવીને પુછપરછ કરતા તેની હત્યા કરી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો. મહિલા સાથે આડાસંબંધમાં મિત્રએ જ હત્યા કરી ધારિયાથી માથું, હાથ-પગ કાપીને બોરવેલમાં નાંખી દીધા હતા.
પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.જીઁ વિકાસ સુંડાએ આપેલી માહિતી મુજબ નખત્રાણાના મુરૂ ગામનો ૨૦ વર્ષીય રમેશ મહેશ્વરી નામનો યુવક ૬ દિવસથી ગુમ થયો હતો. જેને પગલે પોલીસે શોધખોળ શરૂ કરી હતી. રમેશના મિત્રો તેમજ અન્ય લોકો સાથે તેના સંબંધોની તપાસ કરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન રમેશના મિત્ર પાસેથી રમેશનો મોબાઈલ ફોન પણ રિકવર કરવામાં આવ્યો હતો. રમેશ અને તેનો મિત્ર કિશોર મહેશ્વરી વચ્ચે એક મહિલા સાથેના સંબંધને લઈ વારંવાર ઝગડો થતો હતો. રમેશને એક મહિલા સાથે સંબંધ હતો તેની જાણ કિશોરને થઈ હતી.
રમેશ મહેશ્વરીની મહિલા મિત્ર સાથે તેના જ મિત્ર કિશોરે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી તેની સાથે પણ સંબંધ રાખવાનું કહ્યું હતું, જે બાદ મહિલાએ રમેશને તેનો મિત્ર સંબંધ રાખવાનું દબાણ કરતો હોવાની વાત જણાવી હતી, જે બાબતે રમેશ અને કિશોર વચ્ચે બબાલ થઇ હતી.આ વાતનું મનદુઃખ રાખી કિશોરે રમેશની હત્યા નીપજાવાનું નક્કી કર્યું હતું. હત્યાના પ્લાન મુજબ કિશોરે રમેશને પોતાની વાડી પર જમવા માટે બોલાવ્યો હતો.
દરમિયાન મહિલા બાબતની બંને વચ્ચે ઝઘડો થતાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ૨ ડિસેમ્બરે યુવક ગુમ થતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે શોધખોળ હાથ ધરતા આરોપી કિશોર શંકાના ઘેરામાં હોવાથી નખત્રાણા પોલીસે તેને ઉઠાવ્યો હતો.
જેની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતુ કે રમેશની હત્યા કર્યા બાદ પોલીસને લાશ અને કોઈ પૂરાવા ન મળે તે માટે સૌથી પહેલા કુહાડી અને ધારિયાની મદદથી રમેશનું માથું અલગ કરી નાખ્યું હતું. જે બાદ માથાને ખેતરના બોરવેલમાં નાખી દીધું હતું અને તેના પર પથ્થર નાખી દીધો હતો. જે બાદ રમેશના બન્ને હાથ અને પગ કાપી નાખ્યા હતા અને હાથ-પગને બીજા એક બોરવેલમાં નાખ્યા હતા. તેમજ રમેશના ચપ્પલને પણ તે બોરવેલમાં નાખી દીધા હતા.SS1MS
