અભિનેત્રી દિયા મિર્ઝા બાળકો માટે પાંચ પુસ્તક લખશે
મુંબઈ, દિયા મિર્ઝાએ મંગળવારે તેનો જન્મદિવસ ઉજવ્યો છે અને સાથે જ તેના ફૅન્સ માટે એક સરપ્રાઇઝ પણ આપી છે. તે હાલ બાળકો માટે પાંચ પુસ્તકોની સિરીઝ લખી રહી છે. જ્યારે પુસ્તકો પ્રકાશિત થવાની તૈયારીમાં હશે, ત્યારે ૨૦૨૬માં પુસ્તકો વિશે વધુ માહિતી મળી શકે છે.
જોકે, દિયાએ આ પુસ્તકો વિશે પ્રાથમિક માહિતી આપતાં એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, “મારા માટે જીવનનો આ પડાવ હાલ સમગ્ર વિશ્વ સમાન છે પરંતુ યુવાન મન માટે કશુંક સર્જવું એ મારા માટે આ વર્ષનો સૌથી અર્થપુર્ણ અનુભવ રહ્યો છે.
મારો દિકરો અવ્યાન ઘણો ઉત્સુક છે. મેં તેને આ વાર્તાઓ વાંચી સંભળાવી છે અને હું હવે તેને આ વાર્તાઓ ચિત્રો સાથે કહેવા ઉત્સુક છું. પરંતુ પ્રકાશકો તૈયારા થાય એટલે હું આ વિશે વધુ કહી શકીશ.”દિયા હમણા અન્ય એક કારણથી પણ ખુશ છે, તાજેતરમાં જ તેનાં પ્રોડક્શન હાઉસ પાંહાની શોર્ટ ફિલ્મને ઓલ લિવિંગ થિંગ્ઝ એન્વાયર્નમેન્ટલ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ જીતી છે.
આ અંગે દિયાએ કહ્યું,“મેં બે સુંદર ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. પાંહાએ તેની સફર એવોડ્ર્ઝ અને સ્પેશિયલ જ્યુરીની નોંધ સાથે શરૂ કરી છે. અમારી બીજી ફિલ્મ હવે ફેસ્ટિવલ્સમાં જઈ રહી છે. આ વર્ષે મારા માટે એ સત્યને ફરી પ્રસ્થાપિત કર્યું છે કે જ્યારે તમારા નિર્ણયો તમારા મુલ્યો દર્શાવતા હોય છે, ત્યારે જીવન વધુ ઊંડું, કરુણાસભર અને વધુ પરિણઆમો આપનારું બની જાય છે.”SS1MS
