મારે સાબિત કરવું છે, હું અહીં રહેવાને લાયક છું: અહાન શેટ્ટી
મુંબઈ, અહાન શેટ્ટીની આવનારી ફિલ્મ બોર્ડર ૨નું પોસ્ટર મંગળવારે સવારે લોંચ થયું છે અને અહાન શેટ્ટી ‘તડપ’માં ડેબ્યુ કર્યા પછી ચાર વર્ષે ફિલ્મમાં જોવા મળશે. પોસ્ટરમાં અહાન શેટ્ટી હાથમાં મશીનગન સાથે જોવા મળે છે અને તનો ચહેરો લોહીથી ખરડાયેલો છે, તેણે આર્મીનો ડ્રેસ પહેરેલો છે. આ ફિલ્મમાં તેના માટે મહત્વની વાત એ છે કે ફિલ્મમાં તે સુનિલ શેટ્ટીના વારસાને આગળ વધારતો દેખાશે.
૧૯૯૯ની બોર્ડરમાં સુનિલ શેટ્ટીએ જે રોલ કર્યાે હતો, તેના દિકરાનો રોલ અહાન આ ફિલ્મમાં કરે છે.ત્યારે આ રોલમાં કામ કરવા વિશે અહાને કહ્યું, “મને લાગે છે આજે દરેક કલાકાર પર સારું કામ કરવાનું પ્રેશર છે, પછી તમે નેપો કિડ હો કે ન હોય. પણ હા મને આ એક દૈવી વારસા જેવું લાગે છે.
મને લાગે છે કે ઘણી રીતે મને આ રોલ કરવાની ઇચ્છા હતી.”‘બોર્ડર ૨’ના રોલ વિશે વધુમાં વાત કરતા અહાને જણાવ્યું, “શરુઆતમાં જ્યારે મને લોકો પૂછતા કે હું ઇન્ડસ્ટ્રીમાં કેમ આવ્યો, ત્યારે પણ હું કહેતો કે બોર્ડરના કારણે મને ફિલ્મમાં રસ પડ્યો. તેથી મીરી બીજી ફિલ્મ તરીકે બોર્ડર ૨માં કામ કરવું એ મારા માટે કહી ન શકાય એવી લાગણી છે. મારા પિતાના વારસાને આગળ વધારવો, એ અમારા બંને માટે ઘણી અંગત લાગણી છે.
મને બસ આશા છે કે દર્શકો મને સ્વીકારી લે.”એક સ્ટાર કિડ હોવાના કારણે અહાન પોતાના રોલ કરતાં પણ વધારે દબાણ અનુભવે છે. નેપોટીઝમના મુદ્દે વાત કરતા અહાને જણાવ્યું, “મારે એ સાબિત કરવું છે કે ભલે મને લોકો નેપો કિડ કહે તેમ છતાં હું અહીં રહેવાને લાયક છું. મારે બસ મારું શ્રેષ્ઠ કામ આપવું છે. બસ માથું નીચું રાખીને મહેનત કરવી છે. તડપ રિલીઝ થઈ એને ચાર વર્ષ થઈ ગયા છે. મેં આ સમયમાં મારી જાત વિશે અને ઇન્ડસ્ટ્રી વિશે ઘણું જાણ્યું છે.”SS1MS
