Western Times News

Gujarati News

દીપિકા વિકી કૌશલ સાથે ‘મહાવતાર’માં જોડાય એવી ચર્ચા

મુંબઈ, વિકી કૌશલની ફિલ્મ ‘મહાવતાર’, તેમાં તેનો લૂક અને મેડોકની આ ફિલ્મ પર લાંબા સમયથી ચર્ચાઓ ચાલ્યા કરે છે. હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણનો સંપર્ક કરાયો છે અને તેમની વચ્ચેની વાટાઘાટો હકારાત્મક દીશામાં આગળ વધી રહી છે.

તાજોતરમાં જ દીપિકા પાદુકોણ મેડોકની ઓફિસ બહાર જોવા મળી હતી, ત્યારથી આ શક્યતા વધુ પાક્કી થઈ છે. જો આ વાટાઘાટો સફળ રહી તો વિકી અને દીપિકા પહેલી વખત સાથે કામ કરતાં જોવા મળશે. તેમની જોડી વિશે પણ ચર્ચા શરૂ થઈ છે. આ ફિલ્મમાં વિકી કૌશલનો ફર્સ્ટ લૂક તો જાહેર પણ થઈ ગયો છે.

પરંતુ આ રોલમાં દીપિકા કઈ રીતે ફિટ બેસે છે, તે અંગે ચર્ચા છે કે ટીમ એક એવી એક્ટ્રેસની શોધમાં છે, જેનું વ્યક્તિત્વ પડદા પર જાજરમાન લાગે અને સાથે તે રોલમાં લાગણીનું ઊંડાણ પણ લાવી શકે, કારણ કે પરશુરામની સામે આ પ્રકારનો રોલ લખવામાં આવ્યો છે. તેથી એ રોલ માટે દીપાક પરફેક્ટ છે. હવે ફિલ્મની ટીમ અને દીપિકા વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ તે પ્રાથમિક તબક્કામાં જ છે.

મહાવતારની એક્ટ્રેસ માટે પણ એક મજબુત પાત્ર છે. આ ફિલ્મના ડિરેક્ટર અમર કૌશિક પહેલાંથી જ સ્પષ્ટ છે, કે આ ફિલ્મમાં સ્ત્રી પાત્ર પણ સમાન રીતે પ્રબળ અને મજબુત હોવું જોઈએ. થોડાં વખત પહેલાં એવા પણ અહેવાલો હતા કે વિકીએ આ રોલ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને તે આ રોલ માટે શરાબ અને નોનવેજ છોડી દેવાનો છે. જોકે, એક ઇન્ટરવ્યુમાં અમર કૌશિકે આ બાબતને અફવા ગણાવી હતી.

વિકીનો આ ફિલ્મનો ફર્સ્ટ લૂક તો ૨૦૨૪માં જ લોંચ કરી દેવાયો હતો. આ ફિલ્મમાં વિકી કૌશલ ચિરંજિવી પરશુરામનો રોલ કરે છે અને દિનેશ વિજાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ૨૦૨૬ના ક્રિસમસ વખતે રિલીઝ થશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.