‘ધુરંધર’માં જોરદાર એક્ટિંગના કારણે અક્ષય ખન્ના માટે ઓસ્કારની ડિમાન્ડ(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ, તાજેતરમાં જ ૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન તો કરી જ રહી છે પરંતુ આ સાથે જ તેના દરેક પાત્રો પણ ચાહકોના દિલ જીતવામાં સફળ રહ્યા છે.
આ ફિલ્મમાં અક્ષય ખન્નાની એક્ટિંગથી ઈમ્પ્રેસ થઈને તેના માટે હવે ઓસ્કાર જેવા એવોર્ડની ડિમાન્ડ કરવામાં આવી રહી છે.આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સૌથી વધુ ચર્ચા અક્ષય ખન્નાના રહેમાન ડકૈતના પાત્રની થઈ રહી છે. પોતાના પાત્રને જીવંત બનાવવા માટે એક્ટરે એક્સપ્રેશનથી લઈને શાનદાર ડાયલોગ ડિલીવરી કરી છે. ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન પણ એક્ટરની એક્ટિંગ જોઈને હેરાન રહી ગયા છે.
ફરાહ ખાને ‘ધુરંધર’માં અક્ષય ખન્નાની એક્ટિંગની પ્રશંસા કરી છે અને તેને ઓસ્કારથી સન્માનિત કરવાની વાત કરી છે. ફરાહ ખાને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પોસ્ટ કર્યાે છે, જેમાં એક તરફ અક્ષય ખન્ના રહેમાન ડકૈત બનેલો દેખાઈ રહ્યો અને બીજી તરફ કોમેડી કરી રહ્યો છે.
આ સીન ફિલ્મ ‘તીસ માર ખાન’નું છે. વીડિયો પોસ્ટ કરતા ફરાહ ખાને લખ્યું, ‘અક્ષય ખન્ના તું ખરેખર ઓસ્કાર ડિઝર્વ કરે છે.’સોશિયલ મીડિયા પર પણ અક્ષય ખન્નાની એક્ટિંગની પ્રશંસા થઈ રહી છે. તેની આંખોના એક્સપ્રેશન અસ્વસ્થતા પેદા કરે છે, અને હત્યાનું જે સીન તેણે કર્યું છે તે જોઈને કંપારી છૂટી જાય છે. એક્ટરે પોતાના પાત્રમાં એટલી નેગેટિવ એનર્જી નાખી દીધી છે કે જાણે રહેમાન ડકૈત ફરી આતંક લઈને પેદા થઈ ગયો છે.
દર્શકોને તેનું પાત્ર એટલા માટે પણ પસંદ આવ્યું કારણ કે તે અત્યાર સુધી કોમેડીના હળવા અંદાજમાં ફિલ્મોમાં જોવા મળ્યો હતો, પરંતુ ફિલ્મ ‘ધુરંધર’માં તેનું નવું રૂપ જોવા મળ્યું. આ જ કારણ છે કે, સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા થઈ રહી છે.SS1MS
