ટાટાનો ઈન્ટેલ સાથે 1.18 લાખ કરોડ રૂ.નો ચિપ બનાવવા ઐતિહાસિક કરાર
ભારતને સેમિકન્ડક્ટર હબ બનાવવા મોટું પગલું:
નવી દિલ્હી, ભારતને સેમિકન્ડક્ટર ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાની દિશામાં એક મોટું અને નિર્ણાયક પગલું લેવામાં આવ્યું છે. ભારતના અગ્રણી ટાટા ગ્રુપે (Tata Group) ટેક જાયન્ટ ઈન્ટેલ (Intel) સાથે ₹૧.૧૮ લાખ કરોડનો (અબજો ડોલરનો) ભવ્ય કરાર કર્યો છે.
આ કરાર હેઠળ, ટાટા ઈલેક્ટ્રોનિક્સ (Tata Electronics) અને ઈન્ટેલનું સંયુક્ત સાહસ ગુજરાતના ધોલેરા ખાતે સેમિકન્ડક્ટર ચિપનું ફેબ્રિકેશન અને આસામમાં ચિપ એસેમ્બલી તથા ટેસ્ટિંગ સુવિધા સ્થાપિત કરશે.

‘મેક ઈન ઈન્ડિયા’ માટે પરિવર્તનકારી પગલું
-
ટાટા અને ઈન્ટેલ વચ્ચેનો આ કરાર ભારતની ઘરેલું ચિપની વધતી જરૂરિયાતને સંતોષવા માટેનું મોટું પરિવર્તન લાવશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર અને ચિપ ઉત્પાદનને આપેલી અગ્રિમતાને અનુરૂપ, આ ભાગીદારી ભારતમાં નવી રહેલી સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત કરશે.
-
બંને કંપનીઓ ભારતને ઝડપી વિસ્તાર અને પીસી (પર્સનલ કમ્પ્યુટર) બજાર પર પણ ફોકસ કરશે.
ભારતનું પીસી બજાર: વૈશ્વિક સ્તરે ટોચના-૫ માં સ્થાનની અપેક્ષા
સૂત્રોએ જણાવ્યા મુજબ, ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ટેલ ભારતમાં PC (પર્સનલ કમ્પ્યુટર) માટે મોટા સ્તર પર સોલ્યુશન તૈયાર કરવા પર કામ કરશે.
એક અંદાજ મુજબ, વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત દુનિયાના ટોચ-૫ પીસી બજારમાં સામેલ થઈ શકે છે.
ઈન્ટેલના CEOનો મત
ઈન્ટેલના સીઈઓ (CEO) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત દુનિયાના સૌથી ઝડપથી વધતા કમ્પ્યુટર બજારમાંથી એક છે. પર્સનલ કમ્પ્યુટરની ઝડપી વધતી માંગ અને OEM ની ગતિ અપનાવવાના કારણે ભારતમાં વિકાસની અનુકૂળ તકો છે અને ટાટા સાથેની ભાગીદારી ઈન્ટેલને અહીં ઝડપથી આગળ વધવામાં મદદ કરશે.
