વડોદરામાં 3 બ્રિજ પાછળ રીપેરીંગની કામગીરી પાછળ રૂ.૧.૭૩ કરોડનો ખર્ચ કરાયો
ગંભીરા બ્રીજ
(એજન્સી)વડોદરા, વડોદરામાં પાદરા પાસે આવેલા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ શહેરમાં આવેલ વિવિધ બ્રિજની મજબૂતાઈ ચકાસવા તથા જરૂર લાગે ત્યાં મેન્ટેનન્સની કામગીરી કરવા પાલિકાએ કામગીરી હાથ કરી હતી.
જે અંતર્ગત સર્વે કરાયા બાદ વિવિધ બ્રિજ પર તથા તેની આજુબાજુ જરૂરી મરામતની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકી ત્રણ બ્રિજ પાસે થયેલ મરામતની કામગીરીનો કુલ રૂપિયા ૧.૭૩ કરોડનો ખર્ચ ઇજારદારોએ રજૂ કર્યો છે. ટેન્ડર પ્રક્રિયા વિના થયેલી કામગીરી બાબતે સ્થાયી સમિતિને જાણ કરવામાં આવી છે.
વડોદરા શહેર નજીક પાદરાના મુજપુર પાસે ગત દિવસોમાં ગંભીરા ગામ પાસે ધમધમતો બ્રિજ અજાનક ધરાશાયી થયો હતો જેમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યભરના તમામ બ્રિજની ચકાસણી કરવાના આદેશ આપ્યા હતા. આ સાથે જરૂર જણાય ત્યાં મરામત તથા તેને અનુસંધિત કામગીરી કરવાની પણ સુચના અપાઈ હતી.
