Western Times News

Gujarati News

વાયુ પ્રદૂષણ ફેલાવતા અમદાવાદના 6 ઓદ્યોગિક એકમોને કારણદર્શક નોટીસ અપાઈ

રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે EDC  ફંડ હેઠળ રૂ.૫.૭૬ કરોડથી વધુના ખર્ચે બે આધુનિક મોબાઈલ વાન કાર્યરત

Ø  આ મોબાઈલ વાનના કાર્યક્ષેત્રમાં બે ઝોનમાં રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેવાયા

Ø   કેમિકલ ઉદ્યોગો, GIDC, SEZ, ગેસ લીક ઘટના તથા સંભવિત પ્રદૂષિત વિસ્તારોમાં વાનની ભૂમિકા મહત્વની

Ø  વાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” દ્વારા વિવિધ  વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ

ભારત એક ઝડપથી વિકસતો દેશ છે ત્યારે તેમાં પણ ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત એ ફાર્માસ્યુટિકલરાસાયણિકડાય અને ડાય-ઈન્ટરમીડીએટ્સકાપડસિરામિકધાતુરિયુઝ પ્લાસ્ટિક તથા ઓટોમોબાઇલમાં મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસ્યું છે.

આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છેજેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDC ફંડ હેઠળ રૂ. ૫.૭૬ કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવી છે. જે માટેની કાર્ય યોજનાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-CPCB દ્વારા ગુજરાતમાં સક્રિય રીતે કાર્યરત કરવામાં આવી છે.

આ બે મોબાઇલ વાનમાંથી એક વાન ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારોમાં આવેલી GPCBની પ્રાદેશિક કચેરીઓમાં અમદાવાદ ગ્રામીણઅમદાવાદ શહેરીઅમદાવાદ પૂર્વગાંધીનગરમહેસાણાપાલનપુરહિંમતનગરઆણંદ અને નડિયાદ ખાતે મોનિટરિંગ કામગીરી કરશે. જ્યારે બીજી વાન દક્ષિણ અને મધ્ય ગુજરાતની પ્રાદેશિક કચેરીઓ વડોદરાગોધરાભરૂચઅંકલેશ્વરવલસાડસુરતનવસારીવાપી અને સરીગામમાં હવા અને પાણી ગુણવત્તાની મોનિટરિંગ કામગીરી કરી રહી છે.

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી શ્રી પ્રવીણ માળીના નેતૃત્વમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ રાજ્યમાં પર્યાવરણીય ધોરણોનું અમલીકરણ સુનિશ્ચિત કરતી નિયમનકારી સંસ્થા તરીકે

મહત્વની ભૂમિકા નિભાવે છે. બોર્ડ સતત મોનિટરિંગ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવાનું કાર્ય કરી રહી છે. GPCB પર્યાવરણ તથા જાહેર આરોગ્ય વચ્ચે સંતુલન જાળવીને રાજ્યમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરે છે. જેના આધારે ભાવિ પેઢીઓને વધુ તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનો વારસો મળી રહ્યો છે.

વધુમાંઆ મોબાઇલ વાનમાં આધુનિક વિશ્લેષણ ઉપકરણોડિટેક્ટરો અને પોર્ટેબલ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છેજેમાંથી જે તે વિસ્તારની હવા અને પાણીની ગુણવત્તાનું માપન કરવામાં આવી રહ્યું છે. ગેસ લીક જેવી આકસ્મિક અથવા આપાતકાલીન પરિસ્થિતિઓ સર્જાય ત્યારે આ વાન દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક પર્યાવરણીય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે.

આ વાનનો ઉપયોગ કેમિકલ ઉદ્યોગ વિસ્તારો, GIDC, SEZ તથા અન્ય સંભવિત પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે. આ વાનના ઉપયોગથી નાગરીકોને પણ અનેક પ્રકારના ભૌતિક તેમજ અભૌતિક લાભો થઇ રહ્યા છે. જેમાં તાત્કાલીક ઘટનાસ્થળે જ વિશ્લેષણ-પૃથ્થકરણ થવાથી નિર્ણય લેવા માટે ઝડપથી કામગીરી થઈ રહી છે. જેથી નાગરીકોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવામાં આ વાન મદદરૂપ થઇ રહી છે.

ઉપરાંતઆ વાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” PM10, PM2.5, સલ્ફર ડાયોક્સાઈડનાઇટ્રોજન ઑક્સાઈડ્સકાર્બન મોનૉક્સાઈડઓઝોનએમોનિયાહાઈડ્રોજન સલ્ફાઈડબેન્ઝીનઇથાઈલ બેન્ઝીનટોલ્યુઇન અને ઝાઈલિન જેવા વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે,

જેથી દર્શાવેલા વિસ્તારની હવામાં રહેલી પ્રદૂષણની સ્થિતિ જાણીને તેને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોબાઇલ વાનમાં હવામાં રહેલા વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉંડ્સ-VOCs માપવા માટે વિશેષ ડિટેક્ટર તથા અવાજ પ્રદૂષણ માપવા માટે નોઈસ મીટરતેમજ પાણી તથા ગંદાપાણીના નમૂનાઓમાં રહેલા પ્રદૂષણકારકોની તપાસ કરવાના ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આમરાજ્યના ઔદ્યોગિક તેમજ પ્રદૂષિત વિસ્તારોમાં હવા અને પાણીની ગુણવત્તા ચકાસીને તેની ઉપર યોગ્ય પગલાં ભરવા આ વાન નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

આ મોબાઇલ વાન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી:

પ્રાદેશિક કચેરીઅમદાવાદ- પૂર્વ ખાતે તા. ૧૫ નવેમ્બર સુધી ૨૦૨૫ સુધી પ્રાયોગિક ધોરણે આ વાન ચલાવવામાં  આવી હતી. ત્યારબાદ તા. ૧૫ નવેમ્બર થી ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી  વટવા GIDC, નરોડા GIDC, નારોલ તથા ઓઢવના ઔદ્યોગિક વિસ્તાર ખાતે આસપાસની હવાનું મોનીટરીંગ  હાથ ધરવામાં આવ્યુ હતું . જેના આધારે M/s Vatva Industries Association GIDC Vatva, M/s Narol Textile Infrastructure & Enviro Management, M/s Naroda Industries Association, M/s Odhav Industries Association, M/s Kathwada Industries Association, M/s Gujarat Vepari Mahamandal Sahakari Audhyogik Vasahat Ltd. (GVMM)ને તા. ૦૮ ડિસેમ્બરના રોજ કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. આ બંનેમાંથી એક વાન હાલમાં પ્રાદેશિક કચેરી,ગાંધીનગર અંતર્ગત કલોલ GIDC તેમજ બીજી વાન દક્ષિણ-મધ્ય ગુજરાતના કાર્યક્ષેત્ર હેઠળ અંકલેશ્વર GIDC ખાતે કામગીરી બજાવી રહી છે.

અત્રે નોંધનીય છે કેરાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના મુખ્ય ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની કાર્ય યોજનાની બેઠકનું આયોજન કરીને આ અંગે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આ મોબાઇલ વાનના માધ્યમથી યોજવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.