“બાળકો માતાપિતા શું કહે છે તેના કરતાં શું કરે છે તેનાથી વધુ શીખે છે”
જો માતાપિતા પોતે સ્ક્રીન પર ચોંટી જાય છે, તો બાળકો પાસેથી અપેક્ષાઓ અર્થહીન થઈ જાય છે.
AMA દ્રારા “સોશીયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ ઓન યુથ: રોલ ઓફ પેરેન્ટિંગ” વિષય પર વિશેષ વાર્તાલાપનું આયોજન કરાયું
Ahmedabad, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (એએમએ) દ્રારા “સોશીયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ ઓન યુથ: રોલ ઓફ પેરેન્ટિંગ” વિષય પર એક વિશેષ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી અજય તોમર, સભ્ય, એએમએ એક્ઝિક્યુટિવ કમિટી; જોઈન્ટ પ્રેસિડેન્ટ અને ગ્રુપ હેડ – કેડર એક્સલન્સ અને લીડરશિપ ડેવલપમેન્ટ, અદાણી ગ્રુપ; નિવૃત્ત ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, ગુજરાત કેડર,
આઈપીએસ (૧૯૮૯); ડૉ. અચ્યુત દાણી, સભ્ય, એએમએ પ્રોગ્રામ્સ કમિટી; ડાયરેક્ટર જનરલ અને વાઇસ ચાન્સેલર (પ્રોવોસ્ટ), જે.જી. યુનિવર્સિટી; અને શ્રી દીપાલી છટવાણી, સભ્ય, એએમએ પબ્લિક રિલેશન્સ કમિટી; મીડિયા એન્ટરપ્રિન્યોર; ફાઉન્ડર, કન્ટેન્ટકોશ અને ડીસીપેપ્સ – ગુજરાતનું સૌપ્રથમ પેપરાઝી પેજ દ્રારા સોશિયલ મીડિયાના પ્રોડક્ટીવ ઉપયોગ, જવાબદાર ઉપયોગમાં વાલીપણાની મહત્વપૂર્ણ ભૂમિકા અને સ્વસ્થ ડિજિટલ સીમાઓ નક્કી કરીને સોશિયલ મીડિયાના જોખમોને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ડિજિટલ ક્રિએટર અને ઓબ્ઝર્વેશનલ સ્પીકર આરજે ક્રુતાર્થે આ વાર્તાલાપનુ સંચાલન કર્યું હતું.
શ્રી અજય તોમરે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરિવારનું ડિજિટલ વર્તન બાળકોમાં પ્રતિબિંબિત થાય છે અને જણાવ્યું હતું કે: બાળકો માતાપિતા શું કહે છે તેના કરતાં શું કરે છે તેનાથી વધુ શીખે છે. જો માતાપિતા પોતે સ્ક્રીન પર ચોંટી જાય છે, તો બાળકો પાસેથી અપેક્ષાઓ અર્થહીન થઈ જાય છે.
તેમણે ડિજિટલ ધ્યાન કેન્દ્રિત વાતાવરણને કારણે યુવાનોમાં વધતી ચિંતા, ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ અને વિક્ષેપિત સામાજિક ક્રિયાપ્રતિક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ડૉ. અચ્યુત દાણીએ ઇન્ટરનેટ પેઢીની વિકસિત શિક્ષણ માનસિકતા પર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે: આ પેઢી કોચેબલ છે. ધ્યેય તેમને નિયંત્રિત કરવાનો નથી, ધ્યેય તેમની સાથે જોડાવાનો છે. શિક્ષણ પધ્ધતિ બદલાઈ રહી છે, અને જેમ જેમ બંને પક્ષો વિકસિત થાય છે, જ્ઞાનના મજબૂત પાયા પ્રાથમિકતા રહેવી જોઈએ.
શ્રી દીપાલી છટવાણીએ ઓળખ નિર્માણ અને સભાનતા સાથેની ડિજિટલ હાજરીની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરતાં જણાવ્યું હતું કે: સોશિયલ મીડિયા તમારું ચલણ કે પાસ નથી કે જે તમને કંઈક આપી શકે છે, પરંતુ તે બધું જ નથી. સંસ્કૃતિ અને વાર્તા કથન ઓળખને આકાર આપે છે. જ્યારે વાર્તાને યોગ્ય અને સુસંગતતા સાથે રજૂ કરવામાં આવે છે, ત્યારે તે આપણે કોણ બની રહ્યાં છીએ તેનું નિર્માણ કરે છે.
