પાક.સૈન્યના પ્રવક્તાએ મહિલા પત્રકારને આંખ મારતા વિવાદ
ઇસ્લામાબાદ, પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ આઈએસપીઆરના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીએ પત્રકાર પરિષદમાં એક મહિલા પત્રકારને આંખખ મારી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહિલા પત્રકાર અબ્સા કોમાને સૈન્યના પ્રવક્તા અહમદ શરીફ ચૌધરીને સવાલ પૂછ્યો હતો કે ઈમરાનખાન પર રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો, એન્ટી-સ્ટેટ અને દિલ્હીના ઈશારાઓ પર કામ કરવાના આક્ષેપો લગાવવામાં આવ્યા તેનાથી આ કેસ કેવી રીતે અલગ છે અને શું ભવિષ્યમાં કોઈ નવી કાર્યવાહીની આશા છે.
આ પ્રશ્ન પર કટાક્ષ કરીને સૈન્ય પ્રવક્તા ચૌધરીએ કહ્યું કે, ‘એક ચોથો પોઈન્ટ પણ ઉમેરી લો, તેઓ(ઈમરાનખાન) એક ‘માનસિક દર્દી’ પણ છે. આમ કહીને સૈન્યના પ્રવક્તાએ સ્મિત આપીને મહિલા પત્રકારને આંખ મારી દીધી, ત્યાર પછી સોશિયલ મીડિયા પર તેમનું ટ્રોલિંગ શરુ થઈ ગયું. એક યુઝરે એક્સ પર લખ્યું કે પાકિસ્તાનમાં લોકશાહી ખતમ થઈ ગઈ છે.એક અન્ય યુઝરે કહ્યું કે આ દેશ મજાક બની ચૂક્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલીવાર નથી કે પાકિસ્તાનના કોઈ અધિકારી કે નેતાએ જાહેરમાં મહિલા પત્રકારની સાથે આ પ્રકારની નિમ્ન વર્તણૂંક કરી છે. ૧૩ વર્ષ પહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યૂસુફ રજા ગિલાની (ત્યારે એ પીએમ બન્યા ન હતા) એક રેલીમાં મહિલા પત્રકાર શેરી રહમાનની છેડતી કરતા જોવા મળ્યા હતા.SS1MS
