Western Times News

Gujarati News

દિવાની કેસમાં આરોપ ઘડતા પોલીસ અને કોર્ટાેએ ખુબ સાવચેતી રાખવીઃ સુપ્રીમ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે બે પક્ષકારો વચ્ચેના પેન્ડિંગ રહેલાં દિવાની કેસમાં ચાર્જશીટ ફાઇલ કરતી વખતે પોલીસે અને આરોપ ઘડતી વખતે કોર્ટાેએ ખુબ સાવચેતી રાખવી જોઇએ.

ન્યાયમૂર્તિ સર્વશ્રી નોંગમિકાપામ કોટિશ્વર અને મનમોહનસિઁઘની બેંચે કહ્યું હતું કે જે સમાજમાં કાયદાનું શાસન ચાલતું હોય ત્યાં ચાર્જશીટ ફાઇલ કરવાનો નિર્ણય ‘તપાસ અધિકારી દ્વારા એકત્ર કરાયેલાં પૂરાયા યોગ્ય અને આરોપીને કસુરવાર ઠરાવી શકે એવા છે કે નહીં’ તે બાબત નક્કી કરવાના તપાસ અધિકારીના સંકલ્પ અને સમજ ઉપર આધારિત હોવો જોઇએ.

સર્વાેચ્ચ અદાલત એવી બાબતો ઉપર ભાર મૂકે છે કે બે પક્ષકારો વચ્ચેના પેન્ડિંગ રહેલાં દિવાની કેસમાં આરોપ ઘડતી વખતે કોર્ટાેએ અને ચાર્જશીટ ફાઇલ કરતી વખતે પોલીસે ખુબ સાવચેતી અને કાળજી લેવાવી જોઇએ એમ બેંચે કહ્યું હતું.

ચાર્જશીટ ફાઇલ કરવાના તબક્કે પોલીસે અને આરોપ ઘડી કાઢતી વખતે ફોજદારી કોર્ટાેએ દેશના ન્યાતંત્રની નિષ્ઠા અને ક્ષમતાની જાળવણી કરવા માટે વિધિવત ટ્રાયલના તબક્કે આ કેસ ચાલી જ શકશે એવો મજબૂત વિશ્વાસ સુનિશ્ચિત કરતાં કેસોને આગળ ધપાવનારા એક પ્રાથમિક પાત્રની ભૂમિકા નિભાવવાની છે એમ બેંચે પોતાનું અવલોકન વ્યક્ત કરતાં કહ્યું હતું.

જે કેસ કોર્ટના પ્રાથમિક ટ્રાયલમાં ટકી જ ના શકે એવા હોય એવા કેસમાં પણ ચાર્જશીટ ફાઇલ કરવાની જે કુટેવ પડી ગઇ છે તેના કારણે ન્યાયતંત્રમાં કેસોનો ભરાવો વધતો જાય છે, અને એવા કેસમાં કોર્ટના જજને, સ્ટાફને અને વકીલોને પોતાનો સમય વેડફવો પડે છે જેમાં પ્રથમ સુનાવણીમાં જ આરોપીને છોડી મૂકવાની ફરજ પડે છે. દેશમાં પહેલેથી જ કોર્ટાેમાં કરોડો કેસનો ભરાવો થયેલો છે, જેનો નિકાલ કરતી કોર્ટાેએ આવા કેસમાં કાર્યવાહી કરે છે ત્યારે ન્યાયતંત્રના મર્યાદિત સંસાધનો બીજી તરફ વળી જાય છે જે સરવાળે ન્યાયતંત્રને નુકસાન પહોંચાડે છે મ બેંચે કહ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.