નવી તક જોઈતી હોય તો પરિવર્તન સિવાય કોઈ વિકલ્પ નથીઃ પ્રિયંકા
મુંબઈ, પ્રિયંકા ચોપરાએ બોલિવૂડ બાદ હોલિવૂડમાં પણ ઓળખ ઊભી કરેલી છે. ગ્લોબલ આઈકોન તરીકે જાણીતી બનેલી પ્રિયંકાએ કરિયરમાં શરૂઆતના દિવસો અને સંઘર્ષ અંગે વાત કરતા કહ્યું હતું કે, તેની પાસે સારી તકો સામેથી આવતી ન હતી. એક તબક્કે વર્ષમાં એક પછી એક છ ફિલ્મો ફ્લોપ ગઈ હતી અને તેથી ફિલ્મમાં કાસ્ટ કરવામાં પણ લોકો ગભરાતા હતા. અનેક તકો છીનવાઈ ગઈ હોવાથી અભિગમ બદલ્યા સિવાય છૂટકો ન હતો.
કમ્ફર્ટેબલ લાગતી દરેક બાબતને પાછળ મૂકી કંઈક નવું કરવાની ફરજ પડી હતી. નવી તકો ઊભી કરવા માટે પરિવર્તન લાવ્યા સિવાય કોઈ વિકલ્પ ન હતો.અબુ ધાબી ખાતે બ્રિજ સમિટમાં પ્રિયંકાએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે અભિગમ બદલવાની જરૂરિયાત પર ભાર મૂકતાં પ્રિયંકાએ શરૂઆતના દિવસો યાદ કર્યા હતા.
પ્રિયંકાએ કહ્યુ હતું કે, કરિયરના શરૂઆતના દિવસોમાં અસ્તિત્વ ટકાવી રાખવા દરેક કામને હા પાડી હતી કારણ કે તક મળવી તે જ મોટું સૌભાગ્ય હતું. કામ મેળવાનું એટલું અઘરું હતું કે દરેક તક ઝડપી લીધી હતી. સતત ટ્રાવેલિંગના કારણે પરિવારના ઘણાં પ્રસંગો ગુમાવ્યા હતા, પરંતુ કામને ના પાડવાનો વિકલ્પ મારી પાસે ન હતો.હવે હું સમજી-વિચારીને હા પાડું છે અને સારા-નરસા પાસા વિચારું છું.
મારા પરિવાર, મારી છબિ અને લાંબા ગાળાના ધ્યેયને નજર સમક્ષ રાખી દરેક તકને મૂલવુ છું. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ ૨૦૦૦માં વિજેતા બની હતી અને ત્યારબાદ ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ એ સ્પાય ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો અને ટોચની એક્ટ્રેસ બની. પ્રિયંકાએ પોતાની મહત્ત્વાકાંક્ષાને ભારત બહાર વિસ્તારી હતી અને ‘ક્વાન્ટિકો’ સાથે અમેરિકન નેટવર્ક ડ્રામામાં કામ કરનારી પ્રથમ દક્ષિણ એશિયન મહિલા બની હતી. બાદમાં હોલિવૂડની ફિલ્મોમાં પણ પ્રિયંકાને તક મળી. ગ્લોબલ સ્ટારડમ મળવાની સાથે પ્રિયંકાએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ બનાવ્યુ છે.SS1MS
