ક્રિતિકા કામરાએ ગૌરવ કપૂર સાથે રિલેશનશિપ જાહેર કરી
મુંબઈ, એક્ટ્રેસ ક્રિતિકા કામરાએ ઇન્ડિયાના જાણીતા ક્રિકેટ હોસ્ટ અને કન્ટેન્ટ ક્રિએટર ગૌરવ કપુર સાથે પોતાની રિલેશનશિપ જાહેર કરી છે. તેણે તેમનાં બંનેનાં કેટલાક ફોટો શેર કર્યા હતા, જેમાં બ્રેકફાસ્ટ ડેટના અલગ અલગ ફોટો હતા.
છેલ્લા કેટલાંક મહિનાઓથી તેમના બંને વિશે ચર્ચાઓ ચાલી રહી હતી, તેનો ક્રિતિકાએ જવાબ આપી દીધો છે. કૅપ્શનમાં તેણે લખ્યું હતું, “બ્રેકફાસ્ટ વિથ..”આમ કરીને તેણે ગૌરવ કપુરના જાણીતા શો બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન તરફ સંકેત આપ્યો હતો. આ શોમાં ગૌરવ દેશના જાણીતા ખેલાડીઓ સાથે લાંબી ચર્ચાઓ અને ઇન્ટરવ્યુ કરે છે.
ક્રિકેટની દુનિયાના લોકો માટે ગૌરવનો ચહેરો જાણીતો છે. છેલ્લા કેટલાંક મહિનાઓથી તેઓ ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાને આ મજા કરતા ફોટોએ કન્ફર્મ કરી દીધી. ક્રિતિકાએ ટીવી સિરીયલથી કૅરિઅરની શરૂઆત કરી હતી, તે પછી તે હવે ઓટીટી પર અલગ અલગ પ્રકારની ફિલ્મ અને સિરિઝમાં કામ કરી રહી છે, જેમાં તેને વધુ વૈવિધ્યપુર્ણ રોલ કરવાની પણ તક મળી રહી છે. તેણે તાંડવ, કૌન બનેગી શિખરવતી અને બંબઇ મેરી જાન જેવી સિરીઝમાં કામ કર્યુ છે.
તાજેતરમાં જ તે નેટફ્લ્કિસ પર સારે જહાં સે અચ્છામાં જોવા મળી છે, જેમાં તેનો રોલ મહત્વનો છે. આ સાથે જ તે પીપલી લાઇવ ફેમ ડિરેક્ટર અનુષા રિઝવી સાથે એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જ્યારે વીજે તરીકે કૅરિઅરની શરૂઆત કરનાર ગૌરવ કપુર જાણીતો એંકર બની ગયો છે.
તેના ડિજીટલ શો પર વિરાટ કોહલી, સચિન તેંડુલકર, ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સ્મૃતિ મંધાના, નીરજ ચોપરા, શિખર ધવન અને મિથાલી રાજ જેવા ખેલાડીઓ સાથે તેણે લાંબા ઇન્ટરવ્યુ કર્યા છે.SS1MS
