પીએમ મોદી EVM નહીં, પરંતુ લોકોના દિલ ‘હેક’ કરે છેઃ કંગના
મુંબઈ, ભાજપના સાંસદ કંગના રનૌતે વોટચોરીના આક્ષેપોને લઈને બુધવારે કોંગ્રેસ પર વળતો ઘા કર્યાે છે. કંગના રનૌતે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈવીએમ હેક કરતા નથી, પરંતુ એ લોકોના દિલને ‘હેક’ કરે છે. આ વાત કોંગ્રેસના લોકો સમજી શકતા નથી.
લોકસભામાં ચર્ચામાં ભાગ લેતી વખતે ભાજપ સાંસદે આક્ષેપ લગાવ્યા કે વિપક્ષોએ મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ના મુદ્દાને લઈને છેલ્લા એક વર્ષથી હંગામો કર્યાે.ઈવીએમના બદલે બેલેટપેપરથી ચૂંટણી કરાવવાની વિપક્ષોની માંગ પર કંગના રનૌતે કહ્યું કે, તમે(કોંગ્રેસ) લોકો ભૂલી ગયા છો – ઈન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણનો કેસ. તેના પર મેં એક ફિલ્મ પણ બનાવી છે.
એક સમય હતો જ્યારે મતપેટી ઉપાડીને લઈ જતા રહેતા હતા અને એ જ લોકો કહી રહ્યા છે કે ઈવીએમ હેક થઈ જાય છે.રનૌતે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પર નિશાન તાકીને કહ્યું કે એ(પ્રિયંકા) કહે છે કે છોડો જૂની વાતો, અમે જૂની વાતો નહીં કરીએ, અમે જૂના લોકો વિશે બોલીશું નહીં, તો હું એ જાણવા ઈચ્છુ છું કે તમારા માતા(સોનિયા ગાંધી)ને ૧૯૮૩માં નાગરિત્વ મળ્યું, તેના કેટલા વર્ષ પહેલાથી એ વોટ આપી રહ્યા છે?SS1MS
