ઇન્ડિગો 10 હજાર રૂપિયાનું ટ્રાવેલ વાઉચર તે મુસાફરોને આપશે
File Photo
ઇન્ડિગો હેરાન થયેલા મુસાફરોને વળતર આપશે
નવી દિલ્હી, ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૌથી વધુ મુસાફરોને પરેશાની થયા, કારણ કે આ દરમિયાન ઘણી ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને આર્થિક રીતે પણ ભારે નુકસાન થયું હતું.
એના પછી એરલાઇન વિરુદ્ધ ડીજીસીએએ કડક પગલાં લીધાં છે. હવે ઇન્ડિગોએ ૩, ૪ અને ૫ ડિસેમ્બરના રોજ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુસાફરોને રાહત આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યું હતું કે પ્રભાવિત યાત્રીઓને સરકારના નિયમો અનુસાર ૫,૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે.
આ નિયમ આ સાથે જ એરલાઇને સૌથી વધુ પ્રભાવિત મુસાફરો માટે ૧૦,૦૦૦ રૂપિયા સુધીના વધારાના ટ્રાવેલ વાઉચર જારી કરવાની પણ જાહેરાત કરી છે. આ નિર્ણય તે મુસાફરો માટે મહત્ત્વપૂર્ણ રાહત માનવામાં આવી રહ્યો છે, જેમની યાત્રા યોજનાઓ અચાનક બદલાઈ ગઈ અને જેમને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો. આ ટ્રાવેલ વાઉચરની ખાસ વાત એ છે કે તેને આગામી ૧૨ મહિના સુધી ક્યારેય પણ ઉપયોગ કરી શકાય છે.
યાત્રીઓ ભારતમાં ઇન્ડિગોની કોઈપણ ડોમેસ્ટિક ફ્લાઇટ અથવા ઈન્ટરનેશનલ રૂટ માટે આ વાઉચરનો ઉપયોગ કરી શકે છે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ૧૦ હજાર રૂપિયાનું ટ્રાવેલ વાઉચર તે મુસાફરોને આપવામાં આવશે, જેમની યાત્રાઓ એકથી વધારે વાર બદલવી પડી, એટલે કે જેમની ફ્લાઇટ વારંવાર રિશિડ્યૂલ થઈ અથવા જેમને એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી.
મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના રજિસ્ટર્ડ ઇ-મેલ અને મોબાઇલ નંબર પર મોકલેલા મેસેજીસ ચેક કરે, જેથી તેમને વળતર અને વાઉચર ક્લેમ કરવાની પ્રક્રિયામાં સરળતા રહે.
કંપની અનુસાર, વળતરની રકમ ડ્ઢય્ઝ્રછએ નિર્ધારિત માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવશે. જે યાત્રીઓની ફ્લાઇટ એરલાઇનને કારણે રદ થઈ તે નિયમો મુજબ આ વળતરના હકદાર છે. ઇન્ડિગોએ સ્પષ્ટ કર્યું કે વળતરની રકમ ફ્લાઇટનું અંતર, ટિકિટ કેટેગરી અને મુસાફરોને થયેલી અસુવિધાના આધારે આપવામાં આવશે.
આનો ઉદ્દેશ્ય યાત્રીઓને થયેલા આર્થિક નુકસાન અને બિનજરૂરી પરેશાનીને ઓછી કરવાનો છે. ઇન્ડિગોએ નિવેદન જારી કરીને કહ્યું હતું કે રદ થયેલી ફ્લાઇટ્સને કારણે જે યાત્રીઓને પરેશાની ઉઠાવવી પડી તેમના માટે કંપની ખેદ વ્યક્ત કરે છે અને એ સુનિશ્ચિત કરી રહી છે કે ભવિષ્યમાં આવા સંજોગો ફરીથી ન થાય.
