રૂ.૯ કરોડ આપો, યુએસ નાગરિકતા મેળવો: ટ્રમ્પ ગોલ્ડ કાર્ડનો અમલ
ન્યૂયોર્ક, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જાહેરાત કરી હતી કે ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોઈપણ દેશના નાગરિકો માટે આ કાર્ડની કિંમત ૧ મિલિયન ડોલર એટલે કે ૧૦ લાખ ડોલર એટલે કે અંદાજે ¹ શ્૯ કરોડ છે. કંપનીઓએ કાર્ડ માટે ૨ મિલિયન ડોલર ચૂકવવા પડશે.
ટ્રમ્પે આ કાર્ડ લોન્ચ કરવાની સાથે જ કહ્યું હતું કે ચીન અને ભારતના વિદ્યાર્થીઓેએ કોલેજ પૂરી કર્યા પછી અમેરિકા છોડીને જતા રહેવું પડશે જે શરમજનક બાબત છે. ટ્રમ્પે આ વર્ષે ફેબ્›આરીમાં ‘ગોલ્ડ કાર્ડ’ વિઝા કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે તેમણે કિંમત ૫ મિલિયન ડોલર (૪૨ કરોડ) નક્કી કરી હતી. સપ્ટેમ્બરમાં તે ઘટાડીને ૧ મિલિયન ડોલર કરવામાં આવી હતી.
ટ્રમ્પ કહે છે કે આ કાર્ડ તેમના ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાનો એક ભાગ છે, જે ટોચના ટેલેન્ટ (જેમ કે ભારત અને ચીનના વિદ્યાર્થીઓ) ને રોકવા અને કંપનીઓને અમેરિકામાં લાવવા માટે લોન્ચ કરવામાં આવ્યા છે. ટ્રમ્પે કહ્યું હતું કે આ કાર્ડ લોન્ચ કરવાથી અમેરિકાની કંપનીઓ માટે પણ અનિશ્ચિતતા દૂર થશે. જે કંપનીને અમેરિકાની ટોચની કોલેજમાં ભણતા જે અને જેટલા વિદ્યાર્થીની ભરતી કરવી હશે અને રાખવા હશે તેના માટે કંપનીએ દરેક દીઠ આ કાર્ડ ખરીદીને કિંમત ચૂકવવી પડશે. બદલામાં તેમને લાંબા ગાળા માટે આ વ્યક્તિની સેવા મળતી રહેશે. જેમને કંપની નહીં ખરીદે તેમણે તેમના દેશમાં પરત જતા રહેવું પડશે.
અમેરિકાના ગૃહમંત્રી ક્રિસ્ટી નોએમે કહ્યું તે વિશ્વભરના સફળ ઉદ્યોગસાહસિકોને આકર્ષિત કરશે. કંપની એક કાર્ડના બદલામાં અન્ય વ્યક્તિને પણ લઈ શકશે. પાંચ વર્ષ પછી જે-તે કર્મચારી કાયમી અમેરિકન નાગરિકતા મેળવી શકશે. જેમને વિઝા મંજૂર થયા છે તેમને માટે જ આ કાર્ડ રહેશે.ટ્રમ્પનું પ્લેટિનમ કાર્ડ પણ ટૂંક સમયમાં લોન્ચ થવાની ધારણા છે. તેની ફી આશરે ૫ મિલિયન ડોલર (૪૨ કરોડ) છે.
ગોલ્ડ કાર્ડની રેસિડેન્શિયલ વ્યવસ્થા નાગરિકોને પાસપોર્ટ અને મતદાનનો અધિકાર આપશે. આ ઉપરાંત અમેરિકન નાગરિક જેવા જ અન્ય તમામ લાભો પણ મળશે. આ પ્રક્રિયા ગ્રીન કાર્ડ દ્વારા પરમેનન્ટ રેસિડેન્સી માટેની વ્યવસ્થા જેવી જ હશે.ટ્રમ્પે જણાવ્યું હતું કે આ વિઝા કાર્યક્રમ ખાસ કરીને શ્રીમંત વિદેશીઓ માટે છે, જે તેમને ૧ મિલિયન ડોલર ચૂકવીને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે.
તેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ હવે ફક્ત પ્રતિભાશાળી વ્યક્તિઓને જ વિઝા આપશે, અમેરિકન નાગરિકોની નોકરી છીનવે તેવા લોકોને નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે આ નાણાંનો ઉપયોગ ટેક્સ ઘટાડવા અને સરકારી દેવું ચૂકવવા માટે કરવામાં આવશે.અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે કહ્યું હતું કે આ ગોલ્ડ કાર્ડ હાલના ઈબી-૧ અને ઈબી-૨ વિઝાને બદલશે.
ગ્રીન કાર્ડ કેટેગરી બંધ થઈ શકે છે. ઈબી-૧ વિઝા એ યુએસમાં કાયમી નિવાસ (ગ્રીન કાર્ડ) માટેના વિઝા છે. ઈબી-૨ વિઝા પણ ગ્રીન કાર્ડ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ (માસ્ટર ડિગ્રી અથવા ઉચ્ચ) ધરાવતા લોકો માટે છે.SS1MS
