અરુણાચલમાં પાક. માટે જાસૂસી કરી રહેલા બે કાશ્મીરી પકડાયા
ઈટાનગર, અરુણાચલ પ્રદેશમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં પોલીસે બે કાશ્મીરીને ઝડપ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, કાશ્મીરના નઝિર અહેમદ મલિક અને સાબિર અહેમદ મીર જમ્મુ-કાશ્મીરના કુપવારા જિલ્લાના છે.
ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ઈટાનગરના ગંગા ગામમાં ભાડાના મકાનમાંથી નાઝિરને ૨૨ નવેમ્બરે પકડી લીધો હતો. નઝિરે ભારતીય સૈન્ય તથા અર્ધલશ્કરી દળોની છાવણીની માહિતી ટેલિગ્રામ જેવી ચેનલ મારફતે પાકિસ્તાની હેન્ડલરને મોકલી હતી. સલામતી છાવણીઓને નિશાન બનાવવા પાકિસ્તાને કાવતરુ ઘડ્યુ હતું. જેના ભાગરૂપે વિસ્ફોટકો લાવવાનું કામ નઝિરને સોંપાયુ હતું. નઝિર પાસેથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા.
ટેલિગ્રામ જેવી અલ અક્સા ચેનલ મારફતે તેણે સંવેદનશીલ માહિતીઓ પાકિસ્તાન પહોંચાડી હોવાનું નઝિરે સ્વીકાર્યું હતું. નઝીરની પૂછપરછમાં અબોટાની કોલોનીમાંથી પોલીસે સાબિરને ઝડપી લીધો હતો.
સાબિરનું કામ પાકિસ્તાની ઘૂસણખોરોની મદદ કરવાનું અને ભારતમાં હથિયારો પહોંચાડવાનું હતું. અરુણાચલ પ્રદેશમાં નાના વેપારીનો સ્વાંગ ધરી બંને કાશ્મીરી આતંકવાદી કૃત્ય આચરતા હતા.ભારતમાં બૌદ્ધ ધાર્મિક સ્થળોની મુલાકાતના બહાને વિઝા મેળવ્યા પછી લદાખ અને જમ્મુ-કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારોમાં રેકી કરનારા ૨૯ વર્ષીય ચીની નાગરિક હુ કોંગતાઈને સલામતી દળોએ પકડ્યો હતો.
લદાખમાં વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતા ઝંસકાર પ્રાંતમાંથી ગત મહિને તેની ધરપડ થઈ હતી. તેના મોબાઈલની બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાં સીઆરપીએફ કેમ્પ તથા અન્ય છાવણીઓની સર્ચના પુરાવા મળ્યા હતા. કોંગતાઈનો વિઝા બ્લેક લિસ્ટ કરી તેને હોંગકોંગ ડીપોર્ટ કરી દેવાયો છે.SS1MS
