Western Times News

Gujarati News

ટ્રકોમાંથી ડીઝલ ચોરતી ઠાસરા પંથકની ગેંગ બે કાર સાથે ઝડપાઈ

આણંદ, ઉમરેઠ પોલીસની ટીમે ધુળેટા કેનાલ પાસેથી હાઇવે ઉપરની ઉભેલી ટ્રકોમાંથી ચોરેલા ડીઝલ લઈને જઈ રહેલ ઠાસરા પંથકની ઓઇલ ચોર ગેંગને સાધનો અને બે કાર સાથે ઝડપી પાડ્યા છે.પોલીસે તેમની પાસેથી કુલ રૂ.૮,૭૯,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી તેમની આકરી પૂછતાછ શરૂ કરી છેઉમરેઠના હે.કો. રાકેશભાઈ, પો.કો. મૂળરાજસિંહ, યશરાજસિંહ, વિક્રમભાઈ અને સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.

આ દરમિયાન હે.કો. રાકેશભાઈને બાતમી મળી હતી કે, ચંદ્રપાલસિંહ ઉર્ફે કોયલો રાજેન્દ્રસિંહ સોઢા પરમાર (રહે.જેસાપુરા. લાંબુ ફળિયું , તા ઠાસરા) પોતાની ટોળકીને લઈને સિલ્વર રંગની આઈ ૨૦ ગાડી નંબર જીજે ૧૬ સીબી ૪૮૭૬ તથા ક્રેટા ગાડી નંબર જીજે ૬ એલઈ ૩૧૦૯ લઈને નીકળ્યા છે. તેઓ વડોદરા થી અમદાવાદ હાઈવે ઉપર પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલની ચોરી કરે છે, તે હાલ ધુળેટા કેનાલ થઈને જેસાપુરા જવાના છે.

આ બાતમીને આધારે પોલીસની ટીમને તરત જ કેનાલ પાસે વોચ ગોઠવી હતી.થોડી જ વારમાં બંને ગાડીઓ આવી પોલીસે તરત જ તેમને ઉભા રખાવ્યા હતા અને ગાડીની તલાસી લીધી.ત્યારે બંને ગાડીમાંથી થઈ ૧૦૫ લિટર ડીઝલ કિંમત રૂ.૯૪૫૦ નો માલ મળી આવ્યો હતો આ ઉપરાંત ગાડીમાંથી બે નંગ ડિસમીસ અને સાત ફૂટ લાંબી પ્લાસ્ટિકની બે પાઇપો ઉપરાંત,સાત ફૂટ ચોરસ લોખંડની પાઇપ અને લાકડાના બે નંગ દંડા મળી આવ્યા હતા.

એટલે આ લોકો ચોરી કરીને આવી રહ્યા હોવાનું નક્કી થઈ ગયું હતું. પોલીસે તરત જ તેમની ૮ લાખની કિંમતની બે ગાડી ઉપરાંત તેમની પાસેથી મળેલો ફોન નંગ ૨ મળી રૂ.૮,૭૯,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.

પોલીસે સ્થળ ઉપરથી ચંદ્રપાલસિંહ ઉર્ફે ચંચુ ઉર્ફે કોયલો, અરવિંદ ઉર્ફે ઢોલો કરણસિંહ ચાવડા અને રણજીત ઉર્ફે દેવો મુકેશકુમાર ચાવડા (ત્રણેય રહે. જેશાપુરા તા ઠાસરા) તથા નિલેશ ઉર્ફે નીલિયો નિકુલસિંહ પરમાર ( રહે. કોટ લીંડોરા) ની ધરપકડ કરી હતી. અને આકરી પૂછતાછ આરંભી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.