વન-ડેમાં બેટિંગ ઓર્ડર મુદ્દે ગંભીરના નિવેદન સાથે આંશિક સહમતઃ ડી વિલિયર્સ
મુંબઈ, દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે વન-ડેમાં બેટિંગ ક્રમને વધુ મહત્વ અપાતું હોવાના ભારતના હેડ કોચ ગંભીરના નિવેદન સાથે આંશિક સહમતિ દર્શાવી છે. ડી વિલિયર્સના મતે કોચ ગંભીરના નિવેદન સાથે હું આંશિક રીતે સહમત છું પરંતુ ટીમમાં ખેલાડીઓની ભૂમિકા સ્પષ્ટ હોવી જોઈએ જેથી સંતુલન જળવાઈ રહે.ભારતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામે ૨-૧થી વન-ડે સિરીઝ પોતાના નામે કરી હતી.
ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વન-ડે ક્રિકેટમાં બેટિંગ ક્રમને વધુ પડતું મહત્વ અપાઈ રહ્યું છે. ગંભીરની ટિપ્પિણી પર ડી વિલિયર્સે કહ્યું કે, હું કેટલીક હદે ગંભીર સાથે સહમત છું. વન-ડેમાં મે પણ બેટિંગ ક્રમમાં બદલાવનો આનંદ ઉઠાવ્યો છે. પરંતુ આ રીતે રમવામાં ખેલાડી સાથે વધુ અખતરા કરી શકાતા નથી. દરેક ખેલાડીની ભૂમિકા સ્પષ્ટ હોવી જરૂરી છે. કેટલીક મેચોમાં ડાબોડી-જમણેરી બેટ્સમેનનું કોમ્બિનેશન કરી શકાય છે.
ડી વિલિયર્સે ભારતીય ટીમની, ખાસ કરીને ટી૨૦ ફોરમેટમાં, રમતની પ્રશંસા કરી હતી. ટી૨૦ ક્રિકેટમાં અનિશ્ચિતતા વધુ રહે છે અને તેમાં સાતત્યપૂર્ણ દેખાવ કરવો એ દર્શાવે છે કે ટીમ સાચી દિશામાં આગળ વધી રહી છે. આ પ્રદર્શનને આધારે ભારતીય ક્રિકેટમાં રહેલી ડેપ્થનો અંદાજ આવી શકે છે તેમ આફ્રિકના પૂર્વ બેટ્સમેને જણાવ્યું હતું.SS1MS
