ટ્રાન્સપોર્ટર સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે ૧૫.૯૫ લાખની છેતરપિંડી
ગાંધીનગર, ગાંધીનગરના પેથાપુરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા એક યુવકને ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી સારા નફાની લાલચ આપી ગઠિયાઓએ ૧૫.૯૫ લાખ રૃપિયા ખંખેરી લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.હાલમાં સમગ્ર દેશની અંદર સાયબર ક્રાઇમની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે.
સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને લોભામણી લાલચો આપીને રોકાણ કરાવીને છેતરવામાં આવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરમાં રહેતો યુવાન પણ સાયબર ગઠિયાઓની જાળમાં ફસાયો હતો.
જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ પેથાપુરમાં મુલચંદ પાર્ક ખાતે રહેતા શહજાદ અહમદ અબ્દુલ રૌફ અન્સારી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. ગત ૧૩ ફેબુÙઆરીના રોજ તેના મોબાઈલ પર ઈશા ગુપ્તા ઉર્ફે રીતિશા ગુપ્તા નામની મહિલાનો ફોન આવ્યો હતો. તેણે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી વધુ રૃપિયા કમાવી આપવાની લાલચ આપી હતી.
જેના પગલે શહજાદ અહમદ દ્વારા તેમાં રસ દાખવવામાં આવ્યો હતો. જેથી ઈશા ગુપ્તાએ તેમને બલબિરસિંગ ગીલ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવ્યો હતો. બલબિરસિંગે યુવાનને વોટ્સએપ ગુÙપમાં એડ કર્યાે હતો અને એક વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ ટોળકી યુવાનને ટ્રેડિંગની ટીપ્સ આપતી હતી અને નફામાંથી ૩૦ ટકા હિસ્સો અલગથી મંગાવી લેતી હતી. આ ગઠિયાઓની વાતોમાં આવી જઈને યુવાન દ્વારા ૧૫ દિવસમાં ૧૫.૯૫ લાખ રૃપિયાની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી જમા કરાવી દેવામાં આવી હતી. જેની સામે આ યુવાનને ૬૪,૪૦૪ જેટલો યુએસ ડોલરનો નફો પણ બતાવવામાં આવ્યો હતો અને તે રૃપિયા ઉપાડવાનો પ્રયાસ કરતા તે ઉપડી શકતા ન હતા.
જે સંદર્ભે બલબિરસિંગને પૂછતા તેણે કસ્ટમર કેરમાં વાત કરવા માટે કહ્યું હતું અને જેથી કસ્ટમર કેરમાં વાત કરતા સ્કોર મેન્ટેનના નામે વધુ ૧૫ હજાર ડોલરની માંગણી કરવામાં આવી હતી. જેથી આ યુવાનને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ સંદર્ભે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી અને હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.SS1MS
