Western Times News

Gujarati News

દ્રશ્યમ ૩ ત્રણ મહિનામાં રીલીઝ થવાની શક્યતા

મુંબઈ, બોલિવૂડની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક, દ્રશ્યમ ૩ ની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દ્રશ્યમ ૨ ત્રણ વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મ ફક્ત મોહનલાલની કારકિર્દીમાં જ નહીં પરંતુ અજય દેવગનની કારકિર્દીમાં પણ શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.અજય દેવગનની દ્રશ્યમ વાસ્તવમાં મોહનલાલ અભિનીત મલયાલમ ફિલ્મ દ્રશ્યમની રિમેક છે.

મોહનલાલની દ્રશ્યમ પહેલાથી જ બે હપ્તા રિલીઝ થઈ ચૂકી છે, અને અજય દેવગનની ફિલ્મ પણ બે હપ્તામાં રિલીઝ થઈ છે. મોહનલાલ (મલયાલમ) અને અજય (હિન્દી) એ પાંચ મહિના પહેલા એકસાથે દ્રશ્યમ ૩ નું શૂટિંગ શરૂ કર્યું હતું.હવે, ટૂંક સમયમાં એક ફિલ્મ મોટા પડદા પર આવવાની તૈયારીમાં છે. દ્રશ્યમ ૩ નું શૂટિંગ થઈ ગયું છે, અને દિગ્દર્શકે એક મોટી અપડેટ આપી છે. દ્રશ્યમ ૩ ના હિન્દી અને મલયાલમ બંને વર્ઝન આવતા વર્ષે રિલીઝ થવાનું છે.

જ્યારે અજય દેવગન અભિનીત હિન્દી ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી, ત્યારે અભિનેતા મોહનલાલ અભિનીત દ્રશ્યમ ૩ નું મલયાલમ વર્ઝન નિર્માણના અંતિમ તબક્કામાં છે. આનો અર્થ એ કે મલયાલમ વર્ઝન પહેલા સિનેમાઘરોમાં આવશે.

ત્યારબાદ, અજય દેવગણની દ્રશ્યમ ૩ હિન્દી દર્શકો માટે રિલીઝ થશે. મોહનલાલ અભિનીત મલયાલમ ફિલ્મ દ્રશ્યમ ૩ ના દિગ્દર્શક જીતુ જોસેફે જણાવ્યું હતું કે, “આ ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શનમાં છે અને આગામી ત્રણથી ચાર મહિનામાં રિલીઝ થવાની છે. સારી વાત એ છે કે અમારી ફિલ્મ હિન્દી વર્ઝન પહેલા આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.