ધુરંધર ચાલી જતાં શાહરૂખની પઠાણ-ટુ આવવાની ચર્ચા શરૂ
મુંબઈ, રણવીર સિંહની સ્પાય ફિલ્મ ‘ધુરંધર’ને બોક્સ ઓફિસ પર સફળતા મળતાં શાહરુખ ખાનની ‘પઠાણ ટુ’ પણ બનશે તેવી ચર્ચા શરુ થઈ ગઈ છે. દુબઈની એક ઈવેન્ટમાં શાહરુખ ખાનની હાજરીમાં જ ‘પઠાણ’ની સીકવલ આવશે તેવી અનઓફિશિયલ ઘોષણા કરાઈ હતી.
બોલિવુડમાં એવી ચર્ચા શરુ થઈ ગઈ છે કે આલિયા અને શર્વરીની સ્પાય ફિલ્મ ‘આલ્ફા’ને કેવો પ્રતિસાદ મળે છે તેના પરથી ‘પઠાણ ટુ ‘ ખરેખર બનશે કે નહિ તે નક્કી થશે. તાજેતરમાં યશરાજની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘વોર ટુ ‘ ફલોપ ગઈ હતી. તે પછી આદિત્ય ચોપરાએ ‘આલ્ફા’ની સ્ક્રિપ્ટમાં છેલ્લી ઘડીએ અનેક ફેરફારો કરવા માંડયા હતા. સોશિયલ મીડિયા પર ચાહકો એવી ચર્ચા કરી રહ્યા છે કે ‘પઠાણ’ જેવી ફિલ્મોમાં કલ્પનાના વધુ પડતા રંગ ભરવામાં આવ્યા હતા તેના કરતાં ‘ધુરંધર’ વાસ્તવિકતાથી વધારે નજીક છે.
બીજી તરફ શાહરુખની પ્રચાર ટીમ ‘ધુરંધર’ કરતાં તો ‘પઠાણ’ જ બહેતર હતી તેવો સામો પ્રચાર ચલાવી રહ્યા છે. આ સંજોગોમાં રણવીર નવા સ્પાય હિરો તરીકે વધુ લોકપ્રિય ન બની જાય તે માટે શાહરુખની ટીમ દ્વારા ‘પઠાણ’ને ગ્લોરીફાય કરી શાહરુખ જ વધારે સારો સ્પાય હિરો છે તેવો પ્રચાર શરુ થઈ ગયો છે.SS1MS
