નવી ફિલ્મના પ્રચાર માટે કાર્તિકે જોની ડેપ સાથે સેલ્ફી વાયરલ કરી
મુંબઈ, કાર્તિક આર્યનની નવી ફિલ્મ ‘મૈ તેરી તુ મેરા, તુ મેરા મૈ તેરી’ રજૂ થવાની હોવાથી તે પ્રચાર માટે જાતભાતના તુક્કા લડાવવા માંડયો છે. તેણે તાજેતરમાં એક ઈવેન્ટમાં ‘પાઈરેટ્સ ઓફ ધી કેરેબિયન’ના હિરો જ્હોની ડેપ સાથે સેલ્ફી લીધા બાદ તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી અને તેની પ્રચાર ટીમે એવાં ગાણાં ગાવાં ચાલુ કર્યાં હતાં કે કાર્તિક કદાચ હવે હોલીવૂડમાં ઝંપલાવવાનો છે.
કાર્તિકે આ તસવીરને પાઇરેટ્સ ઓફ ધ રેડ સી ? જૈકસ્પૈરો એડ રુહબાબા એવું કેપ્શન આપ્યું હતું. તે પછી તેનાં ફેન એકાઉન્ટસના નામે તેની ટીમ દ્વારા કાર્તિક કદાચ હોલીવૂડમાં ઝંપલાવે તેવી વાતો શરુ કરી દેવામાં આવી હતી. હાલમાં ‘સૈયારા’, ‘તેરે ઈશ્ક મેં ‘ અને ‘ધુરંધર’ જેવી ફિલ્મો મોટાપાયે હિટ થઈ છે. આ સંજોગોમાં કાર્તિકને તેની આગામી ફિલ્મ સાધારણ કમાણી કરે તે પરવડે તેમ નથી. આથી, તેણે અત્યારથી જ પ્રચાર માટે તુક્કા લડાવવા શરુ કરી દીધા છે.SS1MS
