વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યુંઃ 5 શ્રમિકો ઇજાગ્રસ્ત
(પ્રતિનિધિ)વલસાડ, વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા.કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઇ રહી છે. વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, આજે સવારે નવ-સવા નવ વાગ્યાના અરસામાં ઓરંગા નદી પર બની રહેલા ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્પીપ થઇ ગયો હતો.
અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ. દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગતવાર તપાસ કરાશે’ .પોલીસ વડાએ વધુમાં જણાવ્યું કે, હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે વિગવાત તપાસ હાથ ધરવામાં આવશે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે.
જ્યારે અહીંનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેથી અન્ય રાહદારીઓને હાલાકી ઉભી ન થાય. પ્રાંત અધિકારી વિમલ પટેલે જણાવ્યું કે, ઓરંગા નદી પરના નિર્માણધીન બ્રિજના ગડરમાં નુકસાની સર્જાતા આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં સદનસીબે કોઇ મોત થયું નથી. પાંચ લોકોને ઇજાઓ પહોંચી છે, જે સારવાર હેઠળ છે.
અમે અમારા અધિકારીઓ સાથે મિટિંગ કરીશું અને ક્ષતિ ક્યાં રહી એ તપાસ કરીશું, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ફાયર મેન લલિત પરમારે જણાવ્યું કે, નવ વાગીને ૨૦ મિનિટે અમને કોલ મળ્યો હતો. કોલ મળતાં અમારી ટીમ અહીં પહોંચી હતી અને ચારેક શ્રમિકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બાદમાં અમે તપાસ કરી છે પરંતું કોઇ નીચે દબાયેલું નથી. દુર્ઘટના કેમ ઘટી તે તપાસનો વિષય છે.ઘડાકાભેર સ્ટ્રકચર તૂટી પડતા ભાગદોડ મચી હતી. પ્રત્યક્ષ દર્શી બીપેન્દ્ર ચૈરસિયાએ જણાવ્યું કે, હું અહીં સમશાન ભૂમીએ આવ્યો હતો. એકદમ જોરદાર આવ્યો ને પબ્લિક ભેગી થઇ ગઇ. બાદમાં અમે ૧૦૮ અને પોલીસને જાણ કરી. દુર્ઘટના ઘટતાં અહીં ખુબ જ પબ્લિક ભેગી થઇ જતાં ફૂલ ટ્રાફિકજામ થઇ ગયો હતો..’એકદમ જાણે કે ભૂકંપ આવ્યો હોય એવો અવાજ આવ્યો હતો.
હરિચંન્દ્ર પ્રધાને વધુમાં જણાવ્યું કે, હું સામે જ ઉભો હતો અને એકદમ જાણે કે ભૂકંપ આવ્યો હોય એવો ધડાકાભેર અવાજ આવ્યો હતો. પિલર માટીમાં દબાઇ ગયો કે અન બેલેન્સ થયું હોય એવું લાગી આવે છે. ચાર માણસોને સારવાર માટે મોકલ્યા છે. એક માણસ તો બરાબરનો ફસાઇ ગયો હતો અમે એને ખેંચીને બહાર કાઢ્યો હતો.
