રિપેરીંગ કામની નબળી કામગીરી જણાતા DDOએ સુપરવાઈઝરનો ઉધડો લીધો
પ્રતિકાત્મક
લીલિયા મોટામાં ભૂગર્ભ ગટરના રિપેરીંગ કામની સરપ્રાઈઝ વિઝિટ કરતા ડીડીઓ
અમરેલી, લીલિયા મોટામાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી ભૂગર્ભ ગટરનું કામ સરકારી ધારા ધોરણ મુજબ થતું ન હોવાની ફરિયાદો ઉઠતા જિલ્લા વિકાસ અધિકારી સ્થળ તપાસ માટે દોડી આવ્યા હતા અને નબળી કામગીરી થતી હોવાનું જણાતા સુપરવાઈઝરનો ઉધડો લીધો હતો.
લીલિયા મોટા ખાતે અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવેલી તે સંપૂર્ણ નિષ્ંફળ નીવડી હતી જેના કારણે પાછલા એક દાયકા ઉપરાંતના સમયથી ગ્રામજનો મુશ્કેલી વેઠી રહ્યા છે.
આ પ્રરે ગ્રામજનોએ અનેકવાર ઉગ્ર આંદોલન કરી સરકારના કાને અવાજ પહોંચાડવા પ્રયાસો કરેલા અને વેપારી અગ્રણીએ હાઈકોર્ટમાં ભૂગર્ભ ગટર પ્રશ્ર પી.એલ.આઈ દાખલ કરી હતી તેને લઈ ફરી ભૂગર્ભ ગટરના રીનોવેશન કામગીરી માટે રૂ.૧૧ કરોડની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવતા ભૂગર્ભ ગટરનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું છે.
ગ્રામજનો દ્વારા સરકારના ધારા ધોરણ પ્રમાણે કોન્ટ્રાકટર દ્વારા કામગીરી કરવામાં આવતી ન હોવાની અનેક ફરિયાદો ઉઠતા આજે સવારના સમયે ડી.ડી.ઓ. પરિમલ પંડયા લીલિયા ખાતે ભૂગર્ભ ગટર કામગીરીની સરપ્રાઈઝ વિઝીટ કરવા દોડી આવ્યા હતા
પટેલ નગર વિસ્તારમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરીનું નિરીક્ષણ કરતા કામગીરી નબળી થતી હોવાનું પણ જોવા મળતા કોન્ટ્રાકટરના સુપરવાઈઝરનો ઉધડો લીધો હતો. આ તકે જવાબદાર સરકારી સુપરવાઈજર કે કર્મચારીઓ કામગીરી સ્થળે જોવા મળ્યા ન હતા. ટી.ડી.ઓ .કિશોર આચાર્ય સહિતના કર્મચારીઓ સાથે જોવા મળ્યા હતા.
