રશિયા-યુક્રેન યુદ્ધ લાંબુ ચાલશે તો ત્રીજુ વિશ્વ યુદ્ધ થશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગ્ટન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લાંબા સમયથી ચાલી રહેલું રશિયા-યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જવાની આશંકા વ્યક્ત કરી છે. સ્ટેટ લેવલ આર્ટિફિશિયલ રેગ્યુલેશનના પેચવર્કને રોકવાના હેતુથી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કર્યા પછી વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, છેલ્લાં એક મહિનામાં માત્ર યુદ્ધમાં ૨૫,૦૦૦ લોકો માર્યા ગયા છે અને તેમાં મોટા ભાગના સૈનિકો હતા.
વિશ્વમાં વધી રહેલી હિંસા બાબતે નિરાશા વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યુ હતું કે, આ હત્યાઓ બંધ થવી જોઈએ. તેને અટકતું જોવા માગુ છું અને અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. આ પ્રકારની ઘટનાઓ ત્રીજા વિશ્વ યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે અને આપણે તેવી સ્થિતિ ઈચ્છતા નથી. અગાઉ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યુ હતું કે રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવામાં ધીમી પ્રગતિ થઈ રહી છે અને તેના લીધે ટ્રમ્પ નિરાશ છે.
તેઓ માત્ર મીટિંગ કરવાના હેતુથી મીટિંગ કરવા માગતા નથી. કોઈ પરિણામ વગર પૂરી થઈ જતી મીટિંગથી ટ્રમ્પ થાકી ચૂક્યા છે. અમેરિકા છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં મુખ્ય મધ્યસ્થી તરીકે કામ કરી રહ્યું છે, પરંતુ તેમાં માત્ર વાતો જ થઈ છે. દરમિયાન યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યુ હતું કે રશિયાનું વર્ચસ્વ ધરાવતા ડોનેટ્સ્ક વિસ્તારમાંથી યુક્રેન પોતાની સેના પરત બોલાવી લે તેવું અમેરિકા ઈચ્છે છે.
અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે યુક્રેન સિક્યુરિટી ગેરંટી પર વાતચીત કરી રહ્યું છે, જેમાં યુએસને ૨૦ મુદ્દાની કાઉન્ટર પ્રપોઝલ આપવામાં આવી છે અને તેમાં કોઈ પણ વિસ્તારમાં છૂટ માટે નેશનલ રેફરેન્ડમથી મંજૂરી લેવાનું ફરજિયાત કરવાની દરખાસ્ત છે. ક્રિસમસ સુધીમાં શાંતિ કરાર કરાવી દેવાની ટ્રમ્પની ઈચ્છા છે અને તેમાં ૨૦ મુદ્દાના ળેમ વર્કનો પણ સમાવેશ થાય છે.SS1MS
