Western Times News

Gujarati News

દિલ્હી ગેસ ચેમ્બર બન્યું, ૧૮ વિસ્તારમાં એક્યુઆઈ ૪૦૦ પાર

નવી દિલ્હી, દિલ્હીમાં શનિવારે સવારે ખૂબ જ ધુમ્મસજોવા મળી. રાજધાનીની હવાની ગુણવત્તાસતત કથળી રહી છે, પરિણામે શનિવારે સવાર સુધીમાં તે ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયો હતો. આ પ્રદૂષણની સાથે, ધુમ્મસે પણ આજે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યાે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં એક્યુઆઈમાં થોડો સુધારો નોંધાયો હતો, પરંતુ શનિવાર આવતા જ આ આંકડો ફરીથી બગડ્યો અને દિલ્હીનો એક્યુઆઈ ૩૮૭ નોંધાયો.સતત નવ દિવસ સુધી ‘બહુ જ ખરાબ’ હવા પછી રાજધાનીમાં મંગળવારે થોડી રાહત હતી. જ્યારે સરેરાશ એક્યુઆઈ ઘટીને ૨૮૨ થયો અને ‘ખરાબ’ શ્રેણીમાં આવ્યો.

બુધવારે સ્થિતિમાં થોડો વધુ સુધારો થયો અને એક્યુઆઈ ૨૫૯ નોંધાયો, પરંતુ ગુરુવારે ફરી બગડીને ૩૦૭ થઈ ગયો અને શુક્રવારે વધીને ૩૪૯ પર પહોંચી ગયો. શનિવારે પ્રદૂષણનું સ્તર વધુ વધ્યું, જેના કારણે શહેર ફરીથી ‘ગંભીર’ શ્રેણીની નજીક પહોંચી ગયું છે.’

દિલ્હીની આ ગંભીર સ્થિતિની અસર ૧૮ વિસ્તારોમાં જોવા મળી હતી. વજીરપુર (૪૪૩), જહાંગીરપુરી (૪૩૯), વિવેકવિહાર (૪૩૭), અશોક વિહાર (૪૩૧), નહેરુનગર (૪૨૧), ચાંદનીચોક (૪૧૨) જેવા અન્ય ૧૮ વિસ્તારોમાં એક્યુઆઈ ૪૦૦ પર પહોંચી ગયો.સવારના સમયે હળવા ધુમ્મસની સાથે ગાઢ સ્મોગ ઘણા વિસ્તારોમાં છવાયેલો રહ્યો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ. આના લીધે બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીઓથી પીડિત લોકો માટે સ્વાસ્થ્યનું જોખમ વધી ગયું છે.

તેમજ ખરાબ હવામાનના કારણે દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં વિઝિબિલિટી ઘણી ઓછી છે.ડૉક્ટર્સએ ચેતવણી આપી છે કે આ ઝેરી હવા ગંભીર શ્વાસની સમસ્યાઓ પેદા કરી રહી છે, અસ્થમાના કેસ વધારી રહી છે, હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકનું જોખમ પણ વધારી રહી છે, અને એટલું જ નહીં, તે ડાયાબિટીસ તથા હાઈ બ્લડ પ્રેશર (હાયપરટેન્શન કંટ્રોલ)ને પણ અસર કરી રહી છે. ડૉક્ટર્સએ ખાસ ચેતવણી આપી છે કે લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી બાળકોના ફેફસાંને પણ નુકસાન થઈ શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.