૫ રાજ્યોના સાયબર ફ્રોડના નાણાં મેળવવા બદલ નડિયાદની મહિલા વિરુદ્ધ ફરિયાદ
નડિયાદ, નડિયાદ ટાઉન પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતા નેટવર્ક પર તરાપ મારીને એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યાે છે. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ અને સીઆઈડી ક્રાઈમની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલી તપાસમાં નડિયાદના દેસાઈ વગો વિસ્તારમાં રહેતી એક મહિલાના બેન્ક ખાતાનો ઉપયોગ દેશના વિવિધ રાજ્યોમાં છેતરપિંડીના નાણાં મેળવવા માટે કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે નડીઆદ ટાઉન પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એસ.જી.ઝાલાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.ખેડા જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવતી બેન્કોના મ્યુલ એકાઉન્ટ્સ (ભાડે આપેલા કે શંકાસ્પદ ખાતા) અંગેની તપાસ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કના એક ખાતા નંબર પર શંકા ગઈ હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા બેન્કને બીએનએનએસની કલમ ૯૪ મુજબ નોટિસ પાઠવી કેવાયસી અને સ્ટેટમેન્ટ મંગાવવામાં આવ્યા હતા.
તપાસમાં આ ખાતું નડીઆદના દેસાઈ વગો, બાપુ ભવન પાસે રહેતી મીનાબેન સુરેશભાઈ દરબારના નામે હોવાનું જાણવા મળ્યું હતું.આ બેન્ક ખાતાની વિગતો નેશનલ સાયબર ક્રાઈમ રિપો‹ટગ પોર્ટલ પર તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ એક જ બેન્ક એકાઉન્ટ વિરુદ્ધ આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી ઓનલાઇન નાણાકીય છેતરપિંડીની ફરિયાદો અને એન્કોલેજમેન્ટ નંબરો નોંધાયેલા હતા.
એપ્રિલ ૨૦૨૫ દરમિયાન આ ખાતામાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન આઈડી દ્વારા હજારો રૂપિયા જમા થયા હતા, જે સાયબર ળોડના ભોગ બનનારા લોકો પાસેથી પડાવવામાં આવ્યા હોવાનું તપાસમાં ફલિત થયું છે.પોલીસે જ્યારે ખાતાધારક મીનાબેન દરબારની પૂછપરછ કરી અને ખાતામાં જમા થયેલા રૂ. ૧,૫૧,૦૪૦ વિશે પૃચ્છા કરી, ત્યારે તેમણે આ નાણાં તેમના પુત્ર રાહુલ દ્વારા સગાઈના પ્રસંગ માટે મિત્રો પાસેથી ઉછીના લીધા હોવાનું રટણ કર્યું હતું.
જોકે, પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું હતું કે આ નાણાં દેશના વિવિધ ભાગોમાં થયેલા ઓનલાઇન ફ્રોડના છે. આ ખાતાનો ઉપયોગ મ્યુલ એકાઉન્ટ તરીકે કરી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે મીનાબેન સુરેશભાઈ દરબાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સાઇબર ક્રાઇમના વધતા જતા બનાવોને લઇને તેમના આરોપીઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠફ્ર એલ.સી.બી. અને એસ.ઓ.જી તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવીને કુલ ૨૬ જેટલા મયુલ બેંક એકાન્ટસ અને ૩૫૭ એટીએમ લોકેસન્સ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસને આ મોટી સફળતા મળી હતી.SS1MS
