તારાપુરના સાંઠ ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બે બોગસ ડોક્ટર ઝડપાયા
પ્રતિકાત્મક
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના સાંઠ ગામમાંથી ગુરૂવારે ડીગ્રી વગરના બે બોગસ ડોક્ટરોને ખાનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તારાપુર પોલીસની ટીમે ઝડપી પાડી બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તારાપુર તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા તારાપુરના ખાનપુર ગામના મેડિકલ ઓફિસરને સાંઠ ગામે બે શખ્સો ડિગ્રી વિના અને અન્યના નામની ડિગ્રી આધારે લોકોની સારવાર કરતા હોવાની માહિતીને આધારે પીએચસી ખાનપુરના મેડિકલ ઓફિસર તેમજ તારાપુર પોલીસ મથકના માણસોએ બાતમી મુજબના સાંઠ ગામની ચોકડી સીતારામ મઢુલી પાસે આવેલ દુકાનમાં છાપો મારતા આ દુકાનમાં પોતે કોઈ જ ડોક્ટરની ડિગ્રી કે સર્ટી ધરાવતા ન હોવા છતાં ગેરકાયદેસર રીતે દવાઓથી સારવાર કરતા શનાભાઇ ભીખાભાઈ(રહે. જીણજ, તા-ખંભાત)ને એલોપેથીક મેડિસિન અને સાધન સામગ્રી સહિત ૧૦૭૬૨ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
જ્યારે સાંઠ ગામની ચોકડી પર ખંભાત રોડ ઉપર છાપો મારી ડોક્ટરની ડિગ્રી સર્ટી ન હોવા છતાં એલોપેથી દવાઓથી સારવાર કરતા બોગસ ડોક્ટર રાજેશકુમાર રજનીકાંત પટેલ(રહે. તારાપુર)ને એલોપેથીક મેડીસીન, સાધન સામગ્રી સહિત રૂ ૧૮૨૦૯ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યાે છે.SS1MS
