‘ધુરંધર’ પાકિસ્તાન વિરોધી ફિલ્મ! સાઉદી અરેબીયા સહિત ગલ્ફમાં પ્રતિબંધ મુકાયો
મુંબઈ, દેશમાં સુપર ડુપર હીટ બની રહેલી રણવીરસિંઘની ફિલ્મ ધુરંધર પર હવે સાઉદી અરેબીયા અને અન્ય ગલ્ફના દેશોમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ફિલ્મની કથા પાકિસ્તાન અને આઈએસઆઈ જાસૂસી એજન્સી આસપાસની છે અને તેમાં અન્ડરકવર એજન્ટ પાકિસ્તાન મોકલીને આઈએસઆઈના સિક્રેટ મિશન અને એજન્ડાને ખુલ્લો પાડવાની સ્ટોરી છે.તા.૫ ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં રૂ.૩૦૦ કરોડનો બીઝનેસ કરી લીધો છે.
પરંતુ ફિલ્મને પાકિસ્તાન વિરોધી ગણાવીને મધ્યપુર્વમાં સાઉદીઅરેબીયા સહિતના દેશોએ તેના પર પ્રતિબંધ મુકી દીધો છે જેથી આ ફિલ્મ તે દેશોમાં હજુ રિલીઝ થવાની બાકી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે બહેરીન, કુવૈત, કતાર, ઓમાન, સાઉદી અરેબીયા અને યુએઈના અન્ય દેશોમાં ફિલ્મ રિલીઝ નહી થાય.
ગલ્ફમાં લાખો ભારતીયો વસતા હોવાથી બોલીવુડની ફિલ્મ અહી મોટુ કલેકશન મેળવે છે અને તેથી ધુરંધરને થોડો ફટકો પડશે પરંતુ ફિલ્મનું પ્રદર્શન અન્ય ડિઝીટલ માધ્યમથી થઈ શકતુ હોવાથી ત્યાં આ પ્રકારે ધુરંધર જોવાશે તેવુ માનવામાં આવે છે.
જો કે અગાઉ ઋતિક રોશન અને દીપીકા પાદુકોણની ફિલ્મ ફાઈટર પણ આ દેશોમાં પ્રતિબંધીત થઈ હતી જયારે અક્ષયકુમારની ફિલ્મ સ્કાય ફોર્સ, જોન અબ્રાહમની ડિપ્લોમેટને પણ પ્રદર્શિત થવા દેવામાં આવી ન હતી.ધુરંધરમાં જે રીતે અફઘાન પાત્રમાં રણવીરસિંઘને દર્શાવાયો છે તે સંબંધમાં પણ બલુચીસ્તાનમાં તેનો વિરોધ થયો છે. જો કે પાકિસ્તાનમાં ભારતીય ફિલ્મો રિલીઝ થતી જ નથી.SS1MS
